Western Times News

Gujarati News

સ્કૂલો શરૂ થવાની છે ત્યારે હવે સ્કૂલ વાનનાં ભાડામાં વધારો કર્યો

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં હવે કોરોનાનાં કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. કોરોનાનાં કેસમાં સતત ઘટાડા બાદ હવે સરકારે શાળાઓ ખોલવાનો ર્નિણય કર્યો છે. છેલ્લા લગભગ ૨ વર્ષથી બાળકો શાળામાં નહી પણ પોતાના ઘરે ઓનલાઇન ક્લાસ ભરી રહ્યા છે. શાળા ખુલવાની તૈયારીઓ થઇ ગઇ છે ત્યારે હવે સ્કૂલ વાનમાં જતા બાળકોનાં પરીવારજનોને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં સતત વધી રહેલા ભાવોને કારણે જીવન જરૂરિયાતની તમામ ચીજાેનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પરંતુ આ ભાવ વધારાની અસર શાળાઓની વર્ધી ફી માં પણ જાેવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, સ્કૂલો શરૂ થવાની છે ત્યારે હવે સ્કૂલ વાનનાં ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે તમારે તમારા બાળકને સ્કૂલ વાનમાં મોકલવા માટે ખીચુ થોડુ વધારે ખોલવુ પડશે.

મળી રહેલી માહિતી અનુસાર, સ્કૂલ વાનનાં ભાડામાં રૂપિયા ૨૦૦ નો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાડામાં વધારા બાદ મિનિમમ ભાડું ૧ હજાર રૂપિયા થઇ જશે, જે પહેલા ૮૫૦ હતુ. વળી સ્કૂલ રીક્ષાનાં મિનિમમ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

હવે તમારા બાળકને સ્કૂલ રીક્ષામાં મોકલવા માટે તમારે પ્રતિ કિમીએ ૧૦૦ રૂ. વધુ ચુકવવા પડશે. જણાવી દઇએ કે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આ ભાવ વધારાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીનાં કારણે છેલ્લા લગભગ ૨ વર્ષથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાની ગાડી થોભી ગઇ હતી, પરંતુ હવે શાળાઓ શરૂ થશે ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરતા પહેલાથી તકલીફો સહન કરી રહેલા વાલીઓ માટે એક નવી મુસિબત ઉભી થશે. જાે કે રીક્ષા અને વાનમાં બાળકોને મોકલવામાં સુરક્ષા કેટલી તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

રીક્ષા તેમજ વાનમાં જે રીતે નિયમોની ઐસી-તૈસી કરી ઘેટા-બકરાની જેમ માસૂમ ભૂલકાઓને ભરવામાં આવે છે તેને કારણે છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે પહેલા ભૂલકાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરાય તે જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.