Western Times News

Gujarati News

મ્યાનમાર-ભારત સીમા પર ૬.૩ તીવ્રતાનો ભૂકંપ

નવી દિલ્હી, મ્યાનમાર-ભારત બોર્ડર ક્ષેત્ર પર શુક્રવારની સવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ વાતની જાણકારી યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવી છે. જાણકારી મુજબ, બાંગ્લાદેશના ચટગાંવથી લગભગ ૧૭૫ કિમી પૂર્વમાં ૬.૩ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી હતી.

ભારતમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત શુક્રવારે જ ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમમાં પણ ભૂકંપ આવ્યો હતો. બાંગ્લાદેશ (મ્યાનમાર-ભારત સરહદ વિસ્તાર)ના ચટગાંવથી ૧૭૫ કિમી પૂર્વ (મ્યાનમાર-ભારત સીમા ક્ષેત્ર)માં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. અહીં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મિઝોરમમાં થેન્વલથી ૭૩ કિમી દક્ષિણપૂર્વમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઈસ્જીઝ્ર અનુસાર, બાંગ્લાદેશના ચટગાંવ અને આઈઝોલથી લગભગ ૨૮૦ માઈલ (૪૫૦.૬૨ કિમી) દૂર પૂર્વ ભારતના શહેર કોલકાતામાં અનુભવાયો હતો.

ચટગાંવથી એક સાક્ષીએ ઈસ્જીઝ્ર પર પોસ્ટ કર્યું કે ખૂબ જ તીવ્ર આંચકા. ચટગાંવ, જે ભૂકંપના કેન્દ્રથી લગભગ ૧૮૪ કિમી (૧૧૫ માઇલ) પશ્ચિમમાં છે. આસામના સૌથી મોટા શહેર ગુવાહાટી સહિત રાજ્યના ઘણા ભાગોમાં શનિવારે બપોરે ૪.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કામરૂપ જિલ્લામાં ૧૦ કિમીની ઊંડાઈએ હતું. બપોરે ૧.૧૨ કલાકે આવેલા ભૂકંપના આંચકા ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા.

જાેકે, અત્યારસુધી આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે, પૂર્વોત્તરનો આ વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ છે અને આ વિસ્તારમાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ એપ્રિલે પણ રાજ્યમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.