Western Times News

Gujarati News

નડીયાદમાં સંવિધાન ગૌરવયાત્રાનું ભવ્ય આયોજન કરાયું

ડો.બાબાસાહેબે વિવિધ ધર્મ , જ્ઞાતિજાતિને અનુરૂપ બંધારણની રચના કરીને વિવિધતામાં પણ એકતાના અમલ્ય દર્શન કરાવ્યા છે

(પ્રતિનિધિ) નડીઆદ, નડીઆદ આજે નડીઆદમાં ભા.જ.પાના અનુસુચિત જાતિ મોરચા ધ્વારા સંવિધાન ગૌરવયાત્રાનું આયોજન કરાયું હતું . બંધારણના ઘડવૈયા ડો . બાબા સાહેબ આંબેડકરે આજે રાષ્ટ્રને સંવિધાન અર્પણ કર્યું હતું . જેના ભાગ સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું , જે નિમિતે ડો . બાબા સાહેબની પ્રતિમાથી ઈપ્કોવાલા ઢોલ સુધીની સંવિધાન ગૌરવ ધાત્રા પણ યોજાઈ હતી .

આ યાત્રામાં ભા.જ.પાના વરાયેલા તેમજ ચુંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા . આ ગૌરવયાત્રા ઈપ્કોવાલા હોલમાં સભાના સ્વરૂપે ફેરવાઈ ગયેલ હતી આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા , કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ મુખ્યદંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે ,

ભારતનું બંધારણ ઘડવા માટે ડો . બાબા સાહેબે કરેલા પ્રયાસોના પરિણામો આજે સમગ્ર રાષ્ટ્ર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે , અનેક દેશોના બંધારણનો અભ્યાસ કર્યા બાદ ભારત દેશમાં વિવિધ ધર્મ , જ્ઞાતિ – જાતિ અને બોલીને અનુરૂપ બંધારણની રચના કરીને વિવિધતામાં પણ એકતાના અમુલ્ય દર્શન કરાવ્યા છે .

જેના ભાગ સ્વરૂપે આજે દરેક ધર્મ , જ્ઞાતિ – જાતિના પ્રજાજનો દેશમાં સુખ તેમજ શાંતિનો અનુભવ કરી રહયાં છે . જે ખુબજ ગૌરવપદ બાબત છે . આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી , જિલ્લા ભા.જ.પ પ્રમુખ વિપુલભાઈ પટેલ , જિ.પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ , મહામંત્રીશ્રીઓ વિશ્રુસભાઈ શાહ , નટુભાઈ સોઢાપરમાર , અજયભાઈ બ્રહમભટ , નડીઆદ નગરપ્રમુખ રંજનબેન વાઘેલા ,

અ.જા.મો પ્રભારી ઉમંગભાઈ સરવૈયા , ન્યાયસમિતિ ચેરમેન રમણભાઈ પરમાર , જિ.પં.સભ્ય પાર્વતીબેન મકવાણા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમને સફળ બનાવવા અનુસુચિત જાતિ મોરચો ભા.જ.પા પ્રમુખ અશોકભાઈ રોહિત , મહામંત્રી મનુભાઈ ચાવડા , મંગળભાઈ વાઘેલા , શહેર પ્રમુખ રણજીતભાઈ પરમાર , તેમજ મહામંત્રી નરેશભાઈ પરબીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.