Western Times News

Gujarati News

વડોદરાની ખાનગી હોસ્પિ.ના મેડિકલ સ્ટોરના સોફ્ટવેરમાં છેડછાડ કરી ૩ર લાખની છેતરપિંડી

સ્ટોર ચલાવવા લેનાર ફાર્મસીસ્ટ સહિત ત્રણની સામે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

વડોદરા, વડોદરાના વાસણા રોડ પર મિષય હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવવા લેનાર ફાર્મસીસ્ટ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સોફટવેરમાં છેડછાડ કરીને રૂપિયા ૩ર લાખની છેતરપીંડી કરી હોવાની હોસ્પિટલના મુખ્ય સંચાલક દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે.

વડોદરાના સૈયદ વાસણા રોડ પર મિષય હોસ્પિટલ નામની હોસ્પિટલ ધરાવતી ડો. હીરેન વિનોદરાય પોપટ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં જ તેઓ અને તેમના પત્ની ડો. સ્વાતી પોપટ (ડેન્ટીસ્ટ) તરીકે સેવા આપી રહ્યા છે.

હોસ્પિટલનો મેડિકલ સ્ટોર વડોદરાના ગોત્ર રોડ પર આવેલી મધર્સ સ્કૂલ પાસે જલારામ સોસાયટીમાં રહેતા સમનકુમાર પ્રવીણભાઈ પંડયાની સાથે એમઓયુ કરીને સંચાલન માટે સોંપવામાં આવ્ય્‌ હતો. કરાર થઈ ગયા બાદ ઓમ ફાર્મા નામનો મેડિકલ સ્ટોર શરૂ થઈ ગયો હોવા છતાં કોઈ જ નાણાં જમા થતાં ન હોવાથી ડો. હીરેન પોપટ દ્વારા આ મામલે તપાસ કરતાં સુમનકુમાર પંડયાના ભાઈ રાધેશ્યામ પંડયા મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા.

જયારે તેમના પિતાના નામની આણંદ સ્થિત રાધે મેડીકલ એજન્સીનું કામકાજ પણ રાધેશ્યામ સંભાળતા હતા. હોસ્પિટલના દર્દીઓ દ્વારા મેડીકલ સ્ટોરમાંથી બીલ મોડા આવતા હોવાની ફરિયાદ આવતી હતી. બીલમાં ગોટાળા થતા હોવાના આક્ષેપ થતા હતા.

એમઆરપી કરતા પણ વધુ ભાવ દર્દીઓ પાસેથી વસુલ કરીને મેડીકલ સ્ટોરમાં નફાના રૂપિયા રપ લાખ ચુકવ્યા ન હતા. જે બાબતે સુમનકુમાર પંડયા, રાધેશ્યામ પંડયા તથા ડો. નમ્રતા ચૌહાણને જાણ કરતાં તેઓએ ડો. હિરેન પોપટને ધમકી આપીને ગત તા.૧૯મી જુલાઈથી મેડીકલ સ્ટોર બંધ કરીને ચાવીઓ પોતાની પાસે લઈ ગયા હતા જેના કારણે ડોકટરને આજ સુધી વધુ સાત લાખનું નુકસાન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.