Western Times News

Gujarati News

શ્રી ઉમિયા શરણમ મમ મંત્ર લેખન પૂર્ણ કરેલી ૨૦૦૦ પુસ્તિકાઓ મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા અર્પણ કરાશે

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મા ઉમિયાધામ કેમ્પસ અને ઉમિયા માતાજી શિલાન્યાસ મહોત્સવ સોલા અમદાવાદ ખાતે તા ૧૧ ડિસેમ્બર થી તા ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન યોજાનાર છે

તેમાં મહોત્સવમાં હજારો ઉમા ભક્તો દ્વારા લખાયેલ ૫૧કરોડ શ્રી ઉમિયા શરણમ મમના મંત્ર મા ઉમિયામતાજી મંદિરના પાયા નિર્માણમાં મંત્રો ની દિવ્યતા અર્પણ કરવામાં આવશે

આ ઐતિહાસિક અને અનોખા કાર્ય માં સહભાગી બનેલ સાબરકાંઠા જિલ્લા ના મોડાસિયા કડવા પાટીદાર સમાજના ઉમા ભક્તો પણ સહભાગી બનશે.જેમાં ૨૫૦ થી વધુ ગામોનું ભ્રમણ કરનાર અને મા ઉમિયા પ્રત્યે અખૂટ શ્રદ્ધા ભક્તિ ધરાવનાર મોડાસિયા કડવા પાટીદાર સમાજના ગીતાબેન કિરીટકુમાર પટેલ.અને ડૉ.પૂજા કે. પટેલ ૫૧કરોડ મંત્રોચ્ચાર લિખિત જે પુસ્તિકાઓ શિલાન્યાસમાં અર્પણ થનાર છે તેમાં ૨૦૦૦થી વધુ પુસ્તિકાઓનું વિતરણ કરી,લખાવી પરત લઈ ગીતાબેન પણ આ મંત્રલેખન પુસ્તિકાઓ અર્પણ કરશે.

આ પ્રસંગે પ્રમુખ શ્રી મણીભાઈ મમ્મી ,માનદ મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી..અને ગોવિંદભાઇ પટેલ દેવસ્થાન કમિટી અને પ્રવીણભાઈ સહિત અન્ય હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા. મોડાસિયા કડવા પાટીદાર સમાજ ૫૧ કરોડ મંત્ર લેખન ના મહા સંકલ્પ ની પૂર્તિ માટે સોલા ખાતે થી ૨૦૦૦ પુસ્તિકા ઓ લઇ મોડાસિયા કડવા પાટીદાર સમાજમાં વિતરણ લેખન બાદ આ પુસ્તિકાઓ પરત મેળવનાર હિંમતનગર.

હર્ષદભાઈ પટેલ નનાનપુર..કે.સી.પટેલ કન્વીનર શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિ સાબરકાંઠા હાજર રહ્યા..હતા આ કાર્ય માં યોગદાન આપનાર ર્ડા. પૂજા . કે.પટેલ અને પંકજ પટેલ ઉંછાને યાદ કરી શુભાષીશ આપવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.