Western Times News

Gujarati News

“વહીવટી પ્રક્રિયામાં રાજકારણીઓનો હસ્તક્ષેપ કોઈપણ કાળે ચલાવી નહી લેવાય”

જે વ્યક્તિ કોઈપણ ‘સત્ય’ થી ડરતો નથી તેણે કોઈપણ અસત્યથી ડરવાની જરૂર નથી

ન્યાયતંત્ર મજબૂત કરવા અને નાગરિકોના અધિકારોની સુરક્ષા કરવા માટે પોતાના કર્તવ્યનું પાલન કરતાં આગળ વધવું પડશે -ચીફ જસ્ટીસ એન.વી.રમના

વહીવટી પ્રક્રિયામાં રાજકારણીઓનો હસ્તક્ષેપ કોઈપણ કાળે ચલાવી નહી લેવાય જસ્ટિસ શ્રી જે.બી પારડીવાલા, જસ્ટિસ શ્રીમતી વૈભવીબેન નાણાવટી

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ડાબી બાજુની ઇન્સેટ તસવીર સરકાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી રમનાની છે તેમણે બંધારણ દિવસ ના સ્થાપન સમારંભમાં બહુ જ મહત્વની વાત કરી છે કે પાયાના માળખા ની રચના કર્યા વગર વર્તમાન અદલતોની અલગ અલગ રીતે રચના કરવાથી કેસનો ભરાવો થયો છે તેમાં કોઇ ઘટાડો થશે નહીં

એટલું જ નહીં અને ન્યાયતંત્રને મજબૂત કરવા અને નાગરિકોના અધિકારોની સુરક્ષા કરવા માટે પોતાના કર્તવ્યનું પાલન કરતા આગળ વધવું પડશે આ કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ ની ઉપસ્થિતિમાં કહી દીધી હતી!!

અત્રે એ નોંધનીય છે કે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ જે.એસ.ખેહરે પણ અલ્હાબાદ હાઇકોર્ટના નવા સંકુલ ધારણ કરતાં સુંદર રીતે અને માર્મિક રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે ‘‘દેશના વડાપ્રધાન મનની વાત કરે છે તે આખો દેશ સાંભળે છે આજે હું મારા હૃદયની વાત કરી રહ્યો છું’’!!

એમ કહી સરકારને ઘણું જ્ઞાન આપ્યું હતું બીજી તસવીર ગુજરાત હાઇકોર્ટ ની છે જ્યારે જમણી બાજુની ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ શ્રીમતી વૈભવીબેન નાણાવટી ની છે તેમણે સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડતા એકમોના એક કેસમાં ન્યાયધર્મ અદા કરતા કહ્યું હતું કે અધ્યોગિક એકમો સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડે છે તેને લીધે સી.ઇ.પી.ટી બંધ થઈ ગયો છે

અને કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા છે વહીવટી પ્રક્રિયામાં રાજકારણીઓનો હસ્તક્ષેપ કોઈ કાળે ચલાવી નહી લેવાય એક મહત્ત્વની ટકોર હાઇકોર્ટની ખંડપીઠે કરી હતી કે સુએજ લાઈનમાં ઉદ્યોગીક કચરો કાઢવાની જી.પી.સી.બી અને મ્યુ કોર્પોરેશન પાસે કોઇ સત્તા નથી

આજ ખંડપીઠે જુનાગઢ ગિરનાર તલાલામાં આવેલા દેવળીયા પાર્કમાં સિંહણને જાેવા માટે જે ગંભીર ઘટના બની હતી તેથી પ્રાણીઓના રક્ષણ અર્થે થયેલી એક પિટિશન માં જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ શ્રીમતી વૈભવીબેન નાણાવટી ની ખંડપીઠે ટકોર કરી હતી

કે કુદરત ને હેરાન ન કરો કુદરત ના ક્રમમા વિક્ષેપ ન કરો કહીને વિદેશી જંગલો અને જંગલ નીતિનું નિરીક્ષણ કરવા પણ બેન્ચે અનુરોધ કર્યો હતો. અંતમાં રમૂજભરી ટકોરમાં ગંભીર સંકેત આપતા કહ્યું હતું કે ‘‘થોડા સમય પહેલા સિંહના ટોળા પબ્લિક ટોઇલેટ ની બહાર જાેવા મળ્યા હતા એ જાેઈને કોઈને ડાયરીયા થયો હોય તો પણ બંધ થઈ જાય’’ તેનો ભાવાર્થ હતું

કે જાે સિંહો ને પરેશાન કરશો તો એ જંગલ છોડી માનવ વસ્તીમાં આવી જશે! અત્રે એ નોંધનીય છે કેઓસ્કાર વાઇલ્ડ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘શ્રી પરમાત્મા એ લોકો વાલા હોય છે કે જેઓ એની સૃષ્ટિ ને વાલ કરે છે’’
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

અમેરિકાના વિખ્યાત પ્રમુખ થોમસ જેફરસને અદભુત કહ્યું છે કે ‘‘જે વ્યક્તિ કોઈ પણ ‘સત્ય’ થી ડરતો નથી તેને કોઈપણ ‘અસત્ય’થી ડરવાની જરૂર નથી’!! જ્યારે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ‘‘નાનકડી નિશયતાત્મક્તા અને અખૂટ શ્રદ્ધા એ બે ચીજ ઇતિહાસના પ્રવાહોને પલટાવી નાખે છે’!!

લોકશાહીમાં અનેક વાર સરકારોએ નહીં, સરકારી બાબુઓએ નહીં, પરંતુ દેશનું ન્યાયતંત્ર અને રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતમાં બેસતા ન્યાયાધીશો દેશની હાઇકોર્ટમાં ન્યાયધર્મ અદા કરતા ન્યાયાધીશોએ ઐતિહાસિક ચુકાદાઓ આપતા આપતા માનવ જગતનો ઇતિહાસ પલટી નાખે છે અને ન્યાયતંત્રનો દીપ પ્રજ્વલિત થાય છે

ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દેશના બંધારણ દિવસના સ્થાપનમાં જે કહ્યું તેની સમગ્ર વકીલ સમાજે દેશના હિત ખાતર ગંભીર નોંધ લેવી જરૂરી જાેઈએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.