Western Times News

Gujarati News

પેટ્રોલ-ડિઝલને GST ના દાયરામાં લાવવાનો ર્નિણય ટળ્યો

નવી દિલ્હી, વધતી મોંઘવારીની વચ્ચે સામાન્ય જનતાને રહાત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતે મોંઘવારી વધારી દીધી છે. જાે જીએસટી દાયરામાં પેટ્રોલ-ડીઝલ આવે છે તો તેની કિંમત એક ઝટકામાં ૨૦-૨૫ રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટી જશે. પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ મુદ્દા પર સંમતિ થઈ શકી નથી.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, જીએસટી કાઉન્સિલે ફરી એકવાર આ મામલાને ટાળી દીધો છે. કાઉન્સિલનું કહેવું છે કે, કોરોના અત્યાર સુધી સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. એવામાં, આવનારા દિવસોમાં આવક ઘટવાની ચિંતા છે.

આ વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો ર્નિણય લેતા પેટ્રોલના ભાવ ઘટાડ્યા છે. પેટ્રોલ પર દિલ્હી સરકારે વેટ ઘટાડ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ ૮ રૂપિયા સુધી સસ્તું થયું છે. આજે અડધી રાતથી નવા દર લાગુ થઈ જશે.

એસબીઆઈના રિપોર્ટ અનુસાર, જીએસટી ના દાયરામાં આવ્યા બાદ પેટ્રોલ લગભગ ૨૦-૨૫ રૂપિયા અને ડીઝલ લગભગ ૨૦ રૂપિયા સસ્તું થશે. એટલે કે સામાન્ય જનતાને તેનાથી મોટી રાહત મળશે. પરંતુ, તેના કારણે રાજ્ય સરકારોને ભારે નુકસાન સહન કરવું પડશે. વાસ્તવમાં, ડીઝલ-પેટ્રોલ જીએસટીના દાયરામાં ન આવવાનું કારણ રાજ્ય સરકારો છે, કારણ કે કોઈપણ રાજ્ય તેનું નુકસાન ઉઠાવવા માગતું નથી.

રાજ્યોની મોટાભાગની આવક પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાંથી આવે છે, તેથી રાજ્યો પેટ્રોલ અને ડીઝલને જીએસટી ના દાયરામાં લાવવા માંગતા નથી. અત્યારે તમામ રાજ્યો પોતપોતાના હિસાબે ભાવ નક્કી કરી શકે છે.

રાજ્ય સરકાર ઉપરાંત આનાથી કેન્દ્ર સરકારને પણ લગભગ ૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે, જે જીડીપીના ૦.૪ ટકા જેટલું છે. ૨૦૧૯ માં પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યૂટી ૧૯.૯૮ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૧૫.૮૩ રૂપિયા પ્રતિ લિટર હતી. પરંતુ કેન્દ્ર સરકારે એક વર્ષમાં બે વખત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો, જેના કારણે પેટ્રોલ પર પ્રતિ લીટર ૩૨.૯૮ રૂપિયા અને ડીઝલ પર ૩૧.૮૩ રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.