Western Times News

Gujarati News

સુરતના આ મોલમાં સ્પાની આડમાં દેહવિક્રય ચાલતો હતો

પ્રતિકાત્મક

સુરતના પીપલોદના મોલની ઘટનાઃ પ લલના, ર ગ્રાહકો સાથે સ્પા સંચાલકની અટક

સુરત, શહેરમાં એક જાણીતા મોલમાં સ્પાની આડમાં એક કુટણખાનું ઝડપાયું છે. સુરત પોલીસ મિસિંગ સેલની રેડ પડતા કુટણખાનામાં ભાગદોડનો માહોલ ઉભો થયો હતો. આ કુટણખાનામાં વિદેશી યુવતીઓ સહિત સંચાલક અને શોપ માલિકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ કુટણખાનામાં કામ કરતી થાઈલેન્ડથી આવેલી ચાર યુવતીઓ સામે ડિપોર્ટની કાર્યવાહી કરશે. સુરત પીપલોદમાં આવેલા એક અજાણીતા મોલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જયાંથી ૪ થાઈલેન્ડની અને ૧ ઈન્ડિયન લલનાને મુકત કરાવાઈ હતી.

પોલીસે સ્પા સંચાલક, મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરાઈ છે અને ૪૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને અહીં ટુરિસ્ટ વિઝા પર સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી લલનાઓ ગ્રાહકોને મસાજની આડમાં મજા કરાવતી હતી લલનાઓ સાથે રંગરેલિયા મનાવતા ગ્રાહકો રંગેહાથે પોલીસના હાથમાં ઝડપાયા હતા.

મળતી માહિતી પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પીઆઈ જી.એ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે જમાદાર ઘનશ્યામસિંહ સિસોદિયાને બાતમી મળી હતી કે પીપલોદના એક મોલના બીજા માળે આવેલા સ્પર્શ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો વેપલો ચાલી રહ્યો છે.

જે માહિતીને આધારે પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી સેકસ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી હતી. સાથોસાથ લલનાઓ પુરી પાડી દલાલની ભુમિકા ભજવનારા વિજય પાટીલ અને ઝૂન નામની વિદેશી યુવતીને વોન્ટેડ જાહેર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.