Western Times News

Gujarati News

દિલ્હીનું વાતાવરણ ગંભીર સ્તરે પહોંચ્યુ,લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર

નવીદિલ્હી, દિલ્હીનાં લોકોને હજુ પ્રદૂષણમાંથી રાહત મળી નથી. પવનની ધીમી ગતિને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર વધી શકે છે. શુક્રવારે દિલ્હીની હવા પણ અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી. દિલ્હીવાસીઓ સતત પ્રદૂષિત હવા શ્વાસમાં લેવા માટે મજબૂર છે.

ધુમ્મસ, વાદળ અને સવારની શાંત હવાને કારણે ગુરુવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૪૨૯ રહ્યો હતો. તે ગંભીર તરીકે વર્ગીકૃત થયેલ છે.

દિલ્હી અને તેની આસપાસનાં વિસ્તારોની હવાની ગુણવત્તા, જે દિવાળી પછી બગડી છે, ગુરુવારે વરસાદ પછીનાં પવનોને કારણે નજીવો સુધારો થઈ રહ્યો છે, પરંતુ તે હજુ પણ ‘નબળી’ શ્રેણીમાં છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. શનિવારે સવારે દિલ્હીનાં નરેલામાં ૪૩૧નો છઊૈં નોંધાયો હતો, જે દિલ્હી દ્ગઝ્રઇમાં સૌથી વધુ છે.

જ્યારે દિલ્હીની સાથે ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ફરીદાબાદમાં ઝેરી હવાની અસર ઓછી થઈ છે, પરંતુ સ્થિતિ ચિંતાજનક છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, દિલ્હી-NCRનાં લોકો આ સપ્તાહનાં અંતમાં પણ ઝેરી હવામાં શ્વાસ લેવા મજબીર થશે, કારણ કે શનિવાર અને રવિવારે પવન ધીમો રહેશે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થઈ શકે છે. જાે કે, સાંજનાં સમયે દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવો ઝરમર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ પ્રદૂષક રજકણો અમુક અંશે સ્થિર થયા હતા.

શુક્રવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક ૩૪૬ પોઈન્ટ પર રહ્યો હતો. હવાનું આ સ્તર ખૂબ જ ખરાબ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. પરંતુ, એક દિવસ અગાઉની સરખામણીએ તેમાં ૮૩ પોઈન્ટનો સુધારો થયો છે. દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક ૩૦૦ ની ઉપર છે. વળી, જહાંગીરપુરી મોનિટરિંગ સેન્ટરનો ઇન્ડેક્સ ૪૦૯ રહ્યો છે.

હવાનાં આ સ્તરને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં પવનની ગતિ મોટાભાગનાં સમય માટે શાંત રહેશે. જાે સમયાંતરે પવન ફૂંકાય તો પણ તેની ઝડપ કલાકનાં ચાર કિલોમીટરથી વધુ નહીં થાય.

જ્યારે રવિવારે પણ પવનની ઝડપ પ્રતિ કલાક દસ કિલોમીટરથી ઓછી રહેવાની શક્યતા છે. જણાવી દઇએ કે, જ્યારે પવન જાેરથી ફૂંકાય છે, ત્યારે વાતાવરણમાં રહેલા પ્રદૂષક કણો ધોવાઇ જાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.