Western Times News

Gujarati News

ટેસ્ટની એક ઈનિંગ્સમાં ૧૦ વિકેટ લેનાર એજાઝ ત્રીજો ખેલાડી

મુંબઈ, એજાઝ પટેલના પરિવાર પાસે હજુ પણ મુંબઈના જાેગેશ્વરી વિસ્તારમાં ઘર છે. તેની માતા ઓશિવપરાની એક શાળામાં ભણાવતી હતી. એજાઝ પોતે ઘણીવાર આપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ જાેવા માટે વાનખેડે સ્ટેડિયમ આવતો હતો.

પોતાના મિત્ર મિશેલ મેકક્લેનગનના કારણે પટેલે કેટલાક પ્રસંગોએ એમઆઈ ખેલાડીઓ સામે બોલિંગ પણ કરી. પણ કોણ જાણતું હતું કે જ્યારે તે પોતે ન્યુઝીલેન્ડની ટેસ્ટ જર્સી પહેરીને વાનખેડે ખાતે બોલિંગ કરવા ઉતરશે ત્યારે તોફાન મચાવી દેશે.

પટેલે પોતાની કિલર બોલિંગથી ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટની એક ઇનિંગમાં ૧૦ વિકેટ લેનારો ત્રીજાે ખેલાડી બની ગયો છે.

મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે એકમાત્ર પટેલ જ હતો જેને તમામ ૪ વિકેટ મળી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પહેલા જ દિવસે પટેલનો શિકાર બન્યા હતા.

પૂજારા અને કોહલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બીજા દિવસે બોલિંગ કરવા આવેલા પટેલનો રંગ અલગ જ હતો. દિવસની શરૂઆતમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન પરત મોકલ્યો, પછી રવિચંદ્રન અશ્વિન. ટીમ ઈન્ડિયાનો સ્કોર ૩૦૦ રન પણ નહોતો થયો કે શતક ફટકારનાર મયંક અગ્રવાલ પણ પટેલના સ્પિનની જાળમાં ફસાઈને પેવેલિયન ભેગો થઈ ગયો.

અત્યાર સુધી પટેલે ૭ વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે અક્ષર પટેલની આઠમી વિકેટ લીધી. ત્યારબાદ તેણે જયંત યાદવની વિકેટ પણ લીધી હતી. પછી મોહમ્મદ સિરાજને આઉટ કરતા જ પટેલ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયો.

ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ ૧૯૯૮-૯૯માં પાકિસ્તાન માટે એક ઇનિંગમાં તમામ ૧૦ વિકેટ લીધી હતી. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા હતા કે પટેલને કુંબલેના રેકોર્ડ સાથે મેચ કરતા જાે કોઈ રોકી શકે છે તો તે રાહુલ દ્રવિડ છે. જાે કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડના કહેવા પર ઈનિંગ ડિકલેર કરશે તો ઈજાઝ આ રેકોર્ડની બરાબરી કરવાથી વંચિત રહી જશે. આ બાબતે રમુજી ટ્‌વીટ્‌સ પણ પુષ્કળ હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.