Western Times News

Gujarati News

IPL 2022: ખેલાડીઓના જૂના સાથી છૂટશે, જોડીઓ તૂટશે

File

નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૨ માટે તમામ ટીમોની રિટેન્શન યાદી સામે આવી ગઈ છે. ફ્રેન્ચાઈઝી તરફથી તે પ્લેયર્સ પસંદ કરવામાં આવી ચૂક્યા છે જેમના પર તેમને સૌથી વધારે વિશ્વાસ છે. હવે ટુંક જ સમયમાં બે નવી ફ્રેન્ચાઈઝી પણ મહત્તમ ૩-૩ પ્લેયર્સની પસંદગી કરશે અને પછી મેગા-ઓક્શન થશે.

શક્ય છે કે મેગા ઓક્શન પછી આઈપીએલ હંમેશા માટે બદલાઈ જાય. પ્લેયર્સે જૂના સાથીઓનો સાથ છોડવો પડે, જાેડીઓ તૂટી જાય. અહીં આઈપીએલની એવી જાેડીઓની વાત કરીશું જેમની અલગ થવાની શક્યતા છે.

ચેન્નાઈ સુપરકિંગ્સના થલા અને ચિન્ના એટલે કે મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની જાેડી પહેલી સીઝનથી જ એટલે કે ૨૦૦૮થી એકસાથે રમતી આવી છે.

આ બન્ને પ્લેયર્સ તમામ સીઝનમાં ચેન્નાઈની ટીમમાં હતા. જ્યારે ચેન્નાઈ સુપરકિંગ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો જાેડી તૂટી ગઈ પરંતુ ટુંક જ સમયમાં તેઓ ફરી એક થઈ ગયા.

આ જાેડીએ અનેક મેચોમાં સાથે મળીને ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી છે. પરંતુ ચેન્નાઈ સુપરકિંગ્સે આ વખતે સુરેશ રૈનાને રિટેન કરવાના સ્થાને જાડેજા, ધોની, ગાયકવાડ અને મોઈન અલી પર વિશ્વાસ કર્યો છે. જાે કે શક્ય છે કે મેગા ઓક્શનમાં ફરી એકવાર રૈના પર બોલી લગાવવામાં આવે.

માત્ર આઈપીએલ જ નહીં, વર્લ્‌ડ ક્રિકેટનીઆ સૌથી ખતરનાક જાેડી છે. વિરાટ અને એબી ડિવિલિયર્સ વચ્ચેની દોસ્તી જગજાહેર છે. પરંતુ તાજેતરમાં જ એબી ડિવિલિયર્સે ઈન્ટરનેશનલ ક્રિકેટ અને પછી ફ્રેન્ચાઈઝી ક્રિકેટને અલવિદા કહ્યું છે.

બન્નેની જાેડીએ મળીને આઈપીએલના અનેક બોલર્સને હંફાવ્યા છે. હવે એબી ટીમ સાથે જાેડાઈ રહેશે કે કેમ, અને કયા રોલ સાથે જાેડાશે તે જાેવાની વાત છે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી પાંચ વાર ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે અને તેની પાછળ એક મોટું કારણ છે મજબૂત બેટિંગ.

પોલાર્ડ અને હાર્દિક આવીને જે પ્રકારે પાવર હિટિંગ કરે છે, તે કોઈ પણ બોલિંગ લાઈનઅપનો સામનો કરી શકે છે. પાર્ટનરશિપ બ્રેક કરવી હોય, રન રોકવા હોય, બન્ને પ્લેયર્સ કેપ્ટન રોહિત શર્મા માટે હંમેશા ગો ટુ પ્લેયર્સ સાબિત થયા છે.

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને પોલાર્ટને રિટેન કર્યા છે. હવે શક્ય છે કે હાર્દિક પંડ્યા કોઈ નવી ટીમ સાથે જાેવા મળશે.

દિલ્હી કેપિટલ્સ પોતાના ઈન્ડિયન પ્લેયર્સના આધારે આટલી મજબૂત ટીમ હતી. શિખર ધવન અને યુવા બેટ્‌સમેન પૃથ્વી શૉ ટીમને મજબૂત શરુઆત અપાવતા હતા. તેમની રાઈટ-લેફ્ટ બેટિંગ સ્ટાઈલથી વિરોધીઓ હંમેશા મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. દિલ્હીએ કેપ્ટન ઋષભ પંત, એનરિચ નોર્ટજે અને અક્ષર પટેલ સાથે પૃથ્વી શૉને રિટેન કર્યા છે, પરંતુ શિખર ધવનને નહીં. મેગા ઓક્શનમાં ફરી એકવાર શિખર દિલ્હીની ટીમ સાથે જાેડાઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.