Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

Murder in Bus

Files Photo

મિત્રોએ જ પ્રેમિકા સાથે લગ્ન કરવા અને દેવું વધી જતાં મિત્રની હત્યા-લૂંટ કરી હોવાની ઘટના સામે આવી

અંકલેશ્વર, અંકલેશ્વરમાં મિત્રો એ જ પ્રેમિકા સાથે લગ્ન કરવા અને દેવું વધી જતા પોતાના મિત્રની હત્યા-લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

પ્રેમિકા સાથે લગ્ન કરવા તેમજ અન્ય મિત્રને માથે દેવું વધી જતાં રૂપિયા માટે હત્યા કરી હોવાની રતલામથી ઝડપાયેલા એક હત્યારાએ કબુલાત કરી હતી, જયારે અન્ય એક ફરાર યુવકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના સારંગપુર પાસેની મીરાનગર પાછળ આવેલ ઝાડીમાં ગત તા.૧૭, નવેમ્બરના રોજ યુવકની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો જીઆઈડીસી પોલીસે તપાસ કરતા મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ અંકલેશ્વરની શાંતિનગરમાં રહેતો મિથિલેશસિંહ પ્રમોદસિંહ હોવાનું બહાર આવ્યું હતું

જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ઉંડાણપૂર્વક હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકિનકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા તેના જ ર મિત્રો અરુણ ચરણજીતસિંહ ઠાકોર અને રંજન મહંતોએ હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી બંને મિત્રો હત્યા કરી વતન તરફ ભાગ્યા હોવાની વિગતો સપાટી પર આવતા ભરૂચ એલસીબી પોલીસની ટીમે આર.પી.એફ. તેમજ રેલવે પોલીસને શકમંદના નામ અને ફોટો મોકલી આપ્યા હતા.

પોલીસે સઘન પુછપરછ કરતા અંકલેશ્વરની ગ્લેનપાર્ક કંપનીમાં મિથિલેશસિંહ રંજન મહંતો અને અરુણ ઠાકોર નોકરી કરતા હતા. મિથિલેશસિંહ ઘરે જવાનો હોવાથી પી.એફ. ઉપાડયું હતું જે રૂપિયા તેના ખાતામાં જમા થયા હોવાની માહિતીના આધારે રૂપિયા માટે મિથિલેશ તેના મિત્ર અરુણ અને રંજન મહંતોએ મીરાનગર પાછળ ઝાડીમાં લઈ જઈ ડંડા વડે હત્યા કીર નાખી હતી.

અરુણ ઠાકોરને તેની વતન ખાતે રહેતી પ્રેમિકાની લગ્ન માટે દબાણ કરતા તેના લગ્ન કરવા અંકલેશ્વર લઈ આવ્યો હતો. કોર્ટ મેરેજ કરવા રૂપિયાની જરૂર હતી. તો બીજા મિત્ર રંજન માથે દેવું વધી જતા રૂપિયાની જરૂરત ઉભી થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.