Western Times News

Gujarati News

દુબઈથી દાહોદ આવેલા ૩ લોકો કોરોના પોઝીટીવ જણાતા ફફડાટ

દાહોદ, દાહોદમાં દુબઈથી આવેલી ત્રણ વ્યક્તિઓના કોરોના ટેેસ્ટ પોઝીટીવ આવ્યા છે. ગત મધરાતે જ આ ત્રણેય વ્યક્તિઓના કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયુ હતુ. આ ત્રણ દર્દીઓ તથા તેમના પાંચ સ્વજનોને હોમક્વોરેન્ટાઈન કરવામાં આવ્વયા હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.

દાહોદ જીલ્લામાં ૪ થી પ મહિના બાદ એેટલ કે કોરોનાના બીજી લહેર શાંત પડ્યા બાદ વધુ ૩ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરાયુ છે. દુબઈથી આ ત્રણે વ્યક્તિઓ ત્રણ દિવસ પૂર્વે દાહોદ આવ્યા હતા.

કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં દેશ-દુનિયાની સાથે સાથે દાહોદ જીલ્લાને પણ ખાસ્સી એવી અસર પડી હતી. ફરીવાર દાહોદ જીલ્લામાં કોરોનાએ પગપેસારો કરતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આમ, જીલ્લામાં અત્યાર સુધી એટલે કેે કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર અને આજના ત્રણ કેસોનો સમાવેશ સાથેે કોરોનાનો કુલ આંકડો ૭૧૪૬ ને પાર થયો છે. અને કુલ મૃત્યુઆંક ૩૯ને પાર થઈ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.