Western Times News

Gujarati News

રાત્રે નકલી ઘીનો જથ્થો માર્કેટમાં પહોંચાડવાનો હતો, પોલીસે ગોડાઉન પર રેડ કરી

પ્રતિકાત્મક

સરખેજમાંથી બનાવટી અમૂલ ઘીનું ગોડાઉન ઝડપાયુઃ ૧૬૦ ડબ્બા જપ્ત

(એજન્સી) અમદાવાદ, શિયાળો શરૂ થઈ ગયો છે. જેને કારણે લોકોએ ઘી ખાવાનુૃં પ્રમાણ વધાર્યુ છે. લગ્નસરા પણ બરાબરનો જામ્યો છે. મીડાઈ બનાવવામા પણ ઘીનો ઉપયોગ વધી ગયો છે. આમ, ઘીનો વપરાશ વધતા ચોક્કસ તત્ત્વો દ્વારા બનાવટી ઘીનો કારોબાર શરૂ કરી દેવાયો છે.

સરખેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય દેસાઈને પોતાના વિસ્તારમાં બનાવટી અમૂલ ઘીનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનું અને તે માર્કેટમાં પહોચાડવાનો હોવાની માહિતી મળતા જ પોલીસે રેડ કરીને મોટાપ્રમાણમાં બનાવટી અમૂલ ઘીનો જથ્થો ઝડપી લીધો છે.

સરખેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જ પોલીસ કર્મી અજીતસિંહ તથા પૃથ્વીરાજ સિંહને માહિતી મળી હતી કે સાણંદ સર્કલ નજીક લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ કંપની પાસે ના જગદીશ એસ્ટેટના એક ગોડાઉનમાં બનાવટી અમુલ ઘીનો જથ્થો છે અને તે પીકઅપ વાનમાં માર્કેટમાં મોકલવામાં આવશે.

પોલીસે તરત જ ગોડાઉન પર રેડ કરીને ૧પ કિલો ઘીના ૧૬૦ ડબ્બા તથા પેકીંગમાં અમૂલના પ્રિન્ટીંગવાળા કોઠાના બોક્ષ કબજે કરી લેવાયા હતા.

પોલીસે આ ઘીની હેરાફેરી કરતા દેવ બાલુકસિંગ ગોંડાજી (રહે.જૂના માધપુરા અમદાવાદ) તથા અલ્પેશ ગોબરભાઈ દવેરા (રહે.રાજકોટ)ની ધરપકડ કરી હતી.આ પ્રકારણમાં ચોક્કસ મોટા વેપારીઓ અને મોટા માથાઓની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યુ છે. ત્યારે પોલીસે વધુ તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રાજ્યમાંથી બનાવટી ઘીેનું ઉત્પાદન કરતુ કારખાનું ઝડપાયુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.