Western Times News

Gujarati News

સુરતમાં બે વર્ષના બાળકને કોરોના વાયરસને ચેપ લાગ્યો

પ્રતિકાત્મક

સુરત, રાજ્યમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું બંધ કરતા હવે ફરીથી કોરોનાના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે. સુરતનાં પનાસ જાેગર્સ પાર્ક સામે આવેલા સુર્યા એપાર્ટમેન્ટમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે.

એક જ પરિવારના ૨ વર્ષના બાળક સહિત ૬ લોકો પોઝિટિવ આવતા તેમના સેમ્પલોનું જીનોમ સિક્વન્સિગ કરવામાં આવશે. હાલ તમામ સભ્યોને હોમ કોરંટાઈન કરાયા છે.. અને એપાર્ટમેન્ટને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

આ પરિવારનો એક સભ્ય દિલ્લીથી ફર્યા બાદ આખો પરિવાર સંક્રમિત થયો હોવાનું બહાર આવ્યું છે. કોરોનાની ત્રીજી લહેર આવે અને પાલિકા ક્વોટામાં હોસ્પિટલમાં સારવારની જાહેરાત થાય તો જે લોકોએ બીજાે ડોઝ લીધો ન હોય તેવા લોકોને સુરતના પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં.

પાલિકા પ્રશાસને સુરતીઓને બન્ને ડોઝ માટે અનેક પ્રયાસ કર્યા. પરંતુ હજુ પણ કેટલાક લોકો વેક્સિન નથી લઈ રહ્યા. જેથી હવે આવા લોકોને પાલિકાના ક્વોટામાં વિનામુલ્યે સારવાર નહીં આપવાની પાલિકાએ તૈયારી કરી છે.

સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર કોરોના સંક્રમણ વકરતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. સુરત શહેરમાં ૧૫૦ દિવસ બાદ કોરોનાના ડબલ ડિજિટમાં એટલે કે ૧૧ કેસ નોંધાતા હવે મહાપાલિકાએ ટેસ્ટિંગ ફરી એકવાર વધારવાનો ર્નિણય લીધો છે. સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ડૉ. આશિષ નાયકે નાગરિકોને પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.