Western Times News

Gujarati News

ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે પિતરાઈ ભાઈઓ બાખડ્યા

પ્રતિકાત્મક

ગાળો બોલીને ધમકી આપતા મહિલા સહિત ચાર સામે ફરિયાદ

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ગાડી પાર્ક કરવાની બાબતે પિતરાઇ ભાઈઓ વચ્ચે ઝઘડો થતા એક મહિલા સહિત ચાર ઈસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.

ઝઘડીયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ તલોદરા ગામે રહેતો ધર્મેશભાઈ કેશવભાઈ વાળંદ ઝઘડીયા ખાતે હેર કટિંગ સલુન ચલાવે છે.ગતરોજ તા.૯ મીના રોજ ધર્મેશ રાતના નવેક વાગ્યાના અરસામાં ઝઘડીયા થી ઘરે પરત આવ્યો હતો.ઘેર આવ્યા બાદ તેની ફોર વ્હિલ ગાડી પાર્ક કરીને તે ઘરમાં જતો હતો

ત્યારે તે દરમિયાન તેના પિતરાઈ ભાઈઓ તુષાર અને જયદિપ ધર્મેશના ઘર નજીક આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તારી ગાડી અહિં કેવી રીતે મુકે છે? તારી ગાડીના કાચ તોડી નાંખીશું.એમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા.ધર્મેશની પત્ની રીટાએ એ લોકોને ગાળો બોલવાની ના પાડતા

તેમનુ ઉપરાણું લઇને ધર્મેશના કાકા રામુભાઇ નારણભાઇ વાળંદ તથા કાકી સુશીલાબેન ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ધર્મેશ સાથે ઝપાઝપી કરી હતી તેમજ તેની પત્નીને પણ ધક્કો મારીને નીચે પાડી દીધી હતી.આ લોકોએ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બાબતે ધર્મેશભાઈ કેશવભાઈ વાળંદ રહે.તલોદરા એ (૧) તુષારભાઈ મનહરભાઈ (૨) જયદિપભાઈ મનહરભાઈ વાળંદ (૩) રામુભાઈ નારાણભાઈ વાળંદ (૪) સુશીલાબેન મનહરભાઈ વાળંદ તમામ રહે.તલોદરા તા.ઝઘડીયા જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.