Western Times News

Gujarati News

રશિયન અબજપતિને છૂટાછેડા સાત અબજ ડોલરમાં પડશે, વિશ્વના ત્રીજા સૌથી મોંઘા ડિવોર્સ

લંડન, રશિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ વ્લાડીમિર પોટનિનને છૂટાછેડા સાત અબજ ડોલરમાં પડે તેમ મનાય છે. જાે વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડાના આ દાવામાં એક મંજૂર થાય તો જેફ બેઝોસ અને બિલ ગેટ્‌સ પછી આ સૌથી મોંઘા છૂટાછેડા હશે. પોટનિનની પત્ની નતાલિયાએ તેની કંપની એનએમસી નોર્લિસ્ક નિકલ પીજેએસસીમાં ૫૦ ટકા હિસ્સો માંગ્યો છે.

આ ૫૦ ટકા હિસ્સાને ગણતરીમાં લેતા આ રકમ સાત અબજ ડોલરને પણ વટાવી જાય છે. મેટલ ઉત્પાદક કંપનીના ત્રીજા ભાગના શેર પોટનિન ધરાવે છે તેને ધ્યાનમાં રાખીને આ ગણતરી મૂકવામાં આવી છે.ન્યાયાધીશ નિકોલસ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે પોટનિનાએ નીચલી કોર્ટનો ડાઇવોર્સ ટુરિઝમનો ચુકાદો પલ્ટાવી દીધા બાદ પોટનિક આ કેસમાં લડી રહ્યા છે.

લંડનની ડાઇવોર્સ કોર્ટ હાઇવેલ્યુ કાયદાકીય લડત માટે લોકપ્રિય છે. ન્યાયાધીશ મુખ્યત્વે દંપતી વચ્ચે સંપત્તિની સમાન વહેંચણી કરે છે. યુ.કે.મા અત્યાર સુધીમાં છૂટાછેડા પેટે સૌથી જંગી રકમની ચૂકવણીનો કેસ ૪૫ કરોડ પાઉન્ડનો છે.

અબજપતિ ફરખાદ અખમેડોવે તેની પત્નીને આ રકમ ચૂકવી હતી. જાે કે બંનેએ પછી આ રકમના ત્રીજા ભાગની રકમમાં પતાવટ કરી હતી.

પોટનિનાએ જણાવ્યું હતું કે નોર્લિસ્કના શેરને ઉમેરતા તે ૨૦૧૪થી બધા શેર પર મળેલા ડિવિડન્ડની ૫૦ ટકા રકમ પણ માંગે છે. તેના ભૂતપૂર્વ પતિએ ૪૮૭.૩ અબજ રુબલ્સ (૬.૬ અબજ ડોલર) ડિવિડન્ડ પેટે એકત્રિત કર્યા છે. તેની નેટવર્થ ૨૯.૯ અબજ ડોલર છે.પોટનિયાએ જણાવ્યું હતું કે તેને રશિયાની છૂટાછેડાની પ્રક્રિયા મુજબ ચાર કરોડ ડોલર જ મળ્યા છે.

પોટનિને જણાવ્યું હતું કે તેને ૮.૪ કરોડ ડોલર મળ્યા છે. તેની સામે જજે અગાઉના ચુકાદામાં જણાવ્યું હતું કે ૩૧ વર્ષના લગ્નજીવન અને તેમની પાસેની સંપત્તિને ધ્યાનમાં રાખતા આટલી રકમ ઘણી ઓછી કહેવાય.

આ પહેલા અન્ય રશિયન અબજપતિ દમિત્રી રિબોલોવલેવે પણ છૂટાછેડા પેટે જંગી રકમ ચૂકવવી પડી હતી. સ્વિસ જજે તેની ભૂતપૂર્વ પત્ની એલેના રેબોલોવલેવાને ૪.૫ અબજ ડોલર ચૂકવવા આદેશ આપ્યો હતો. જાે કે પછી આપવામાં આવેલા આ ચુકાદામાં રકમ ઘટાડીને ૬૦ કરોડ ડોલર કરાઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.