Western Times News

Gujarati News

સુંદર ચહેરા માટે મોડલે ૧૦ લાખ રૂપિયા ઉડાવી નાખ્યા

ન્યૂયોર્ક, સુંદરતા અંગે દરેક વ્યક્તિના અલગ-અલગ વિચારો હોય છે. ઘણા લોકો પોતાને કુદરતી રીતે સુંદર બનાવવામાં માને છે તો ઘણા લોકો અવનવી બ્યૂટી ટ્રીટમેન્ટ્‌સ અને પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાને નવું રૂપ આપવામાં માને છે.

આજે ઘણા લોકોમાં પ્લાસ્ટીક સર્જરીનો ટ્રેન્ડ છે અને તમે અનેક કિસ્સાઓમાં સાંભળ્યું પણ હશે કે, ચહેરો સુંદર બનવાની જગ્યાએ પહેલા કરતા પણ વધુ ખરાબ બની જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં અમેરિકામાં સામે આવ્યો છે.

૨૧ વર્ષની એક છોકરીએ પોતાના ચહેરાને વધુ સુંદર બનાવવાના ચક્કરમાં અનેક ટ્રીટમેન્ટ કરાવી અને પરીણામ સ્વરૂપે તેનો નવો ચહેરો પહેલાથી પણ વધુ ખરાબ બની ગયો છે.

કેન્ડિસ ક્લોસ નામની એક અમેરિક મોડલ પર નવા ચહેરાનું ભૂત કંઇક એવું સવાર થયું કે, બે વર્ષમાં ચહેરાને વધુ સુંદર બનાવવાના ચક્કરમાં તમામ કોસ્મેટિક પ્રોસીજર કરી ૧૦ લાખ રૂપિયા ખર્ચી દીધા હતા. બાદમાં જે પરીણામ મળ્યું તેનાથી તે બિલકુલ નાખુશ થઇ ગઇ અને હવે તે પોતાનો જાે ચહેરો પાછો મેળવવા માંગે છે.

ન્યૂયોર્કમાં રહેતી ૨૧ વર્ષિય કેંડિસ ક્લોસની ઇચ્છા હતી કે તે કોઇ ઢીંગલી જેવી દેખાય. આપને જણાવી દઇએ કે સુંદરતા પાછળ પાગલ કેંડિસનું ૈંઊ ૧૩૭ છે અને તે બુદ્ધિશાળીઓના ક્લબ તરીકે જાણીતા મેંસાની મેમ્બર પણ છે.

આટલી બુદ્ધિશાળી હોવા છતા સુંદરતાના મોહમાં અંજાઇ જતા કેંડિસે છેલ્લા ૨ વર્ષમાં તમામ ફિલર્સનો ઉપયોગ તેના ચહેરા પર કર્યો હતો. ચોંકાવનારી વાત તે છે કે પોતાની આ ઇચ્છાના મોહમાં તેણે ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો.

જે બાદ તેને મળેલો એક અલગ લુક તેને પહેલા પસંદ પણ આવ્યો. પરંતુ હવે તે પસ્તાવો કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર કેંડિસને ૪૨,૦૦૦ ફોલોવર્સ છે. હાલ આ મોડલ તેના નવા ફેસ લુકથી કંટાળી ચૂકી છે. કેંડિસનું કહેવું છેકે, તે હવે પહેલાની જેમ સામાન્ય દેખાવા લાગે છે.

વર્ષ ૨૦૨૧માં તેણે હોઠ, ગાલ અને જાેલાઇન પર ફિલર્સ લીધા હતા અને હવે તે ફિલર્સ તેની કુદરતી સુંદરતાને ખતમ કરી રહ્યા છે. કેંડિસને અહેસાસ થઇ ચૂક્યો છે કે, તેના ચહેરાને ઘણું નુકસાન થયું છે અને તે હવે વૃદ્ધ દેખાવા લાગશે. હવે કેંડિસ પોતાના ફિલર્સને ડિસોલ્વ કરીને તના જૂના લૂકને પરત મેળવવાના પ્રયાસો કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.