Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશ અને ચંદીગઢ બાદ હવે કેરળમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ

કોચ્ચી, ઓમિક્રોનનાં કેસોમાં સતત વધારો થવાથી ભારત સરકારનું ટેન્શન વધી ગયું છે. રવિવારે આંધ્રપ્રદેશ, ચંદીગઢ અને નાગપુર બાદ હવે કેરળમાં પણ ઓમિક્રોનનાં કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોનનો કેસ મળ્યા બાદ કેરળ સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે.

માહિતી આપતા કેરળનાં આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, કેરળનાં કોચીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. સંબંધિત વ્યક્તિ ૬ ડિસેમ્બરે યુકેથી કોચી પરત ફર્યો હતો. તેણે ૮ ડિસેમ્બરે કોવિડ પોઝિટિવ ટેસ્ટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, હવે ભારતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને ૩૮ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રનાં નાગપુરમાં એક ૪૦ વર્ષીય વ્યક્તિ, (જે તાજેતરમાં પશ્ચિમ આફ્રિકા ગયો હતો), તેને ઓમિક્રોનથી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે, જેનાથી રાજ્યની સંખ્યા ૧૮ થઈ ગઈ છે, અધિકારીઓએ રવિવારે અહીં જણાવ્યું હતું. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર બી. રાધાકૃષ્ણને જણાવ્યું કે પશ્ચિમ આફ્રિકાનાં દેશથી ૪ ડિસેમ્બરે અહીં પહોંચેલા દર્દીની સ્થિતિ સ્થિર છે અને શહેરની હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

તેના પરિવારનાં અન્ય કોઈ સભ્યો પોઝિટિવ નથી, પરંતુ સાવચેતી તરીકે તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે, જ્યારે આરોગ્ય અધિકારીઓ તેના તમામ સંપર્કોને શોધી રહ્યા છે. વડાએ જણાવ્યું હતું કે, દર્દીને હૃદયની સમસ્યા પણ હોવાનું જાણવા મળે છે અને તેના સેમ્પલનાં જીનોમિક સિક્વન્સિંગે પુષ્ટિ કરી છે કે તે ઓમિક્રોનથી પીડિત છે.

આ સાથે, રાજ્યનાં પૂર્વ ભાગમાં તેનો પ્રથમ ઓમિક્રોન કેસ નોંધાયો છે, બાકીનાં મુંબઈ અને પૂણેમાં છે. છેલ્લા ૮ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનનાં કેસની સંખ્યા વધીને ૧૮ થઈ ગઈ છે. ત્રણેય શહેરોમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને રાજ્યનાં આરોગ્ય અધિકારીઓ અન્ય દેશોમાંથી આવતા લોકો સિવાય ‘ઉચ્ચ જાેખમવાળા’ દેશોમાંથી આવતા તમામ મુસાફરો પર નજર રાખી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.