Western Times News

Gujarati News

દિલ્હીમાં બે હાઈપ્રોફાઈલ લૂંટારાઓની ધરપકડ કરાઇ

નવીદિલ્હી, દિલ્હી પોલીસે બે હાઈપ્રોફાઈલ એટીએમ લૂંટારાઓની ધરપકડ કરી છે. જેઓ એટીએમ મશીનમાં લોકોની સાથે છેતરપિંડી કરીને તેમના કાર્ડ બદલી લેતા હતા અને લોકોની પરસેવાની કમાણીના રૂપિયા એટીએમ કાર્ડથી કાઢીને ફરાર થઈ જતા હતા.

આ છેતરપિંડી કરનારાએ દોઢસોથી વધારે લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને ૫૦ લાખથી વધારેની રકમ બીજાના એકાઉન્ટમાંથી કાઢી ચૂક્યા છે. આ ઘણા ખતરનાક લૂંટારા છે જે એટીએમ પર સરળતાથી લોકો પાસેથી કાર્ડ બદલી દેતા હતા.

શાહદરા જિલ્લાના પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૧૫૫ એટીએમ ડેબિટ કાર્ડ જપ્ત થયા છે. આ એટીએમ કાર્ડ અલગ-અલગ બેન્ક સાથે જાેડાયેલા છે. શાહદરા જિલ્લાની પોલીસને સતત ફરીયાદ મળી રહી હતી કે તેમના એટીએમ કાર્ડથી કોઈએ પૈસા કાઢી લીધા છે એવામાં શાહદરાના ડીસીપીએ એક વિશેષ ટીમની રચના કરી અને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી.

મોડલ ઓપરેન્ડી અનુસાર બે કે ત્રણ યુવક એટીએમ બૂથની અંદર અથવા બહાર ઉભા રહેતા હતા. નિર્દોષ લોકોને બહાનુ કરીને રુપિયા કાઢવા માટે એટીએમમાં લાવતા હતા.

તકલીફ પડવા પર એટીએમમાંથી રુપિયા કાઢવામાં તેમની મદદ કરવા કે મદદ કરવાનુ બહાનુ કરતા તે પીડિતોના એટીએમનો પિન કોડ યાદ રાખતા હતા અને છુપાઈને કાર્ડ બદલી દેતા હતા. જે બાદ તેઓ અલગ-અલગ એટીએમમાં જનારા પીડિત વ્યક્તિઓના ખાતામાંથી રુપિયા કાઢી લેતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.