Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં

નવી દિલ્હી ખાતે બાપુની સમાધી પર શ્રધ્ધાંજલી

(પ્રતિનિધિ) અમદાવાદ :  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે સવારથી જ દેશભરમાં બાપુને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ઉપરાંત સ્વચ્છ ભારત સહિતના કાર્યક્રમો યોજાઈ રહયા છે સવારે રાષ્ટ્રપતિ કાંવિદ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી સહિતના આગેવાનોએ દિલ્હીમાં રાજઘાટ પર બાપુને શ્રધ્ધા સુમન અપર્ણ કર્યા હતાં અને ત્યારબાદ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી રહયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પ.૦૦ વાગ્યે અમદાવાદ આવી રહયા છે ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

The President, Shri Ram Nath Kovind paying floral at the Samadhi of the former Prime Minister, Shri Lal Bahadur Shastri, at Vijay Ghat, in Delhi on October 02, 2019. 

નરેન્દ્ર મોદી એરપોર્ટ (Prime Minister Narendra Modi) પરથી સીધા જ મહાત્મા ગાંધીએ સ્થાપેલા ગાંધી આશ્રમ (Sabarmati Gandhi Ashram) જવા રવાના થશે અને ત્યાં પ્રાર્થના સભામાં હાજરી આપી બાપુને શ્રધ્ધા સુમન અપર્ણ કરશે. ગાંધીઆશ્રમથી તેઓ રિવરફ્રંટ (Riverfront Ahmedabad) પર આયોજીત સરપંચોના મહાસંમેલનમાં (Mahasammelan of Sarpanch) હાજરી આપ્યા બાદ સીધા જ GMDC મેદાનમાં પહોંચી વાયબ્રંટ મહોત્સવમાં પહોંચી માતાજીની (Vibrant Navratri Mahotsav) આરતી ઉતારવાના છે અને ત્યાંથી સીધા જ તેઓ દિલ્હી પરત ફરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની અમદાવાદની મુલાકાતને લઈ સમગ્ર શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી (150 Gandhi Jayanti) જન્મ જયંતિ નિમિત્તે તેની વિશિષ્ઠ ઉજવણી માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને ઠેરઠેર સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તે મુજબ આજે રાષ્ટ્રપિતાની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે સવારથી દેશભરમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ તથા અન્ય સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

સ્થાનિક કક્ષાએ યોજાતા આ કાર્યક્રમોમાં સ્વૈચ્છિક  સંગઠનો તથા રાજકિય અગ્રણીઓ હાજરી આપી રહયા છે. આજે સવારે દિલ્હીમાં રાજઘાટ ખાતે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કાંવિદે રાજઘાટ પર પહોંચી જઈ બાપુને શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી ત્યારબાદ વડાપ્રધાન મોદી પણ રાજઘાટ પર પહોંચી ગયા હતાં.

સવારથી જ રાજઘાટ પર સામાજિક આગેવાનો તથા રાજકિય નેતાઓ મોટી સંખ્યામાં જાવા મળતા હતાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી, સ્ટાર પ્રચાર રાહુલ ગાંધી, ભાજપના અગ્રણી લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓએ પણ બાપુને શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી.

મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આગેવાનો પહોંચી ગયા છે. બાપુના જન્મ સ્થાન પોરબંદર કિર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. સાથે સાથે અન્ય મહાનુભાવો પણ હાજર રહયા હતાં.

આજે અમદાવાદ શહેરમાં પણ ગાંધી આશ્રમ ખાતે સવારે સર્વધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની ટુંકી મુલાકાતે આવી રહયા છે સાંજે પ.૦૦ વાગ્યે હવાઈ માર્ગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચવાના છે જયાં રાજયપાલ તથા મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો સહિત અન્ય મહાનુભાવો તેમનુ સ્વાગત કરવાના છે.

એરપોર્ટ પરથી સીધા જ તેઓ ૬.ર૦ વાગ્યે બાપુએ સ્થાપેલા ગાંધી આશ્રમ પહોંચવાના છે અને ત્યાં બાપુને શ્રધ્ધા સુમન અપર્ણ કરી પ્રાર્થના સભામાં હાજરી આપશે આ કાર્યક્રમ બાદ સાબરમતી રિવરફ્રંટ પર આયોજીત મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી શક્યતા છે. ખાસ કરીને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક  માટે તેઓ મહત્વપૂર્ણ નિર્દેશો આપવાના છે જેના પર તમામની નજર મંડાયેલી છે આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પણ જાહેરાતો કરે તેવી શક્યતાઓ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સરપંચો હાજર રહેવાના છે.

રિવરફ્રંટ પર આયોજીત મહાસંમેલનને સંબોધ્યા બાદ તેઓ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરના જીએમડીસી મેદાનમાં આયોજીત ગરબા મહોત્સવમાં હાજરી આપવાના છે. ૮.૪૦ વાગ્યે તેઓ જીએમડીસી મેદાન પહોચશે અને ત્યાં માતાજીની આરતી ઉતારવાના છે.

આમ ગરબા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ રાત્રે ૯.૦૦ વાગ્યે જીએમડીસી મેદાનથી સીધા જ અમદાવાદ એરપોર્ટ જવાના રવાના થવાના છે અને ત્યાંથી દિલ્હી પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વ્યસ્ત કાર્યક્રમના પગલે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં ેઠેરઠેર ચેક પોઈન્ટો ગોઠવી દેવામાં આવ્યા છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.