Western Times News

Gujarati News

૨૦૨૦ના વર્ષમાં વૈશ્વિક દેવાનો આંક વધી ૧૭૨૨૧ લાખ કરોડ

મુંબઈ, ૨૦૨૦માં વૈશ્વિક દેવાનો આંક વધીને ૨૨૬ ટ્રિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૭૨૨૧ લાખ કરોડ) પર પહોંચી ગયાનું ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા જાહેર કરાયું હતું. સમગ્ર વિશ્વ ૨૦૨૦માં કોરોનાવાઈરસની મહામારીની ચપેટમાં આવી ગયું હતું.

ગયા કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક દેવું ૨૮ ટકા વધી વૈશ્વિક જીડીપીના ૨૫૬ ટકા રહ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ બાદ વૈશ્વિક દેવામાં આટલો મોટો વધારો પહેલી વખત જાેવા મળ્યો છે, એમ આઈએમએફના રાજકોષિય બાબતોના વિભાગના ડાયરેકટર વિટર ગાસ્પરે એક બ્લોગમાં જણાવ્યું હતું.

વિકસિત દેશોમાં દેવાના પ્રમાણમાં જાેરદાર વધારો થયો છે. વિકસિત દેશોમાં જાહેર દેવાની માત્રા ૨૦૦૭માં જે જીડીપીના ૭૦ ટકા આસપાસ હતી તે ૨૦૨૦માં વધીને ૧૨૪ ટકા પર પહોંચી ગઈ છે. જાે કે આ ગાળામાં ખાનગી દેવું જીડીપીના ૧૬૪ ટકાથી સાધારણ વધી ૧૭૮ ટકા થયું હતું.

ઊંચા દેવા તથા વધી રહેલા ફુગાવાના વાતાવરણ વચ્ચે મજબૂત રાજકોષિય અને નાણાં નીતિ પૂરી પાડવાનું નીતિવિષયકો માટે પડકારરૂપ બની રહે છે એમ આઈએમએફ દ્વારા નોંધવામાં આવ્યં હતું. દેવામાં વધારો નબળાઈઓ પણ વધારે છે.

વૈશ્વિક વ્યાજ દરો અપેક્ષા કરતા ઝડપી વધશે અને વિકાસ મંદ પડશે તો, દેવાને લગતા જાેખમોમાં વધારો થશે એવો પણ મત વ્યકત કરવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.