Western Times News

Gujarati News

બસપા મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાના બિલનું સમર્થન કરે છેઃ માયાવતી

લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બસપા સુપ્રીમો માયાવતી પણ ચૂંટણી મોડમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશમાં બસપાના તમામ ૭૫ જિલ્લાના જિલ્લા પ્રમુખો સાથેની મહત્વપૂર્ણ બેઠક પહેલા માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાના ર્નિણયનું સમર્થન કર્યું છે. વાસ્તવમાં, લોકસભાએ ચૂંટણી સુધારણા સંબંધિત ‘ચૂંટણી કાયદા (સુધારા) બિલ ૨૦૨૧’ને મંજૂરી આપી દીધી છે.

આ વિધેયકમાં એવી જાેગવાઈ કરવામાં આવી છે કે મતદારને પોતાનું મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે તેનો આધાર નંબર આપવો ફરજિયાત રહેશે.
સરકારનું કહેવું છે કે મતદાર યાદીમાં છેતરપિંડી રોકવાના ઉદ્દેશ્યથી સરકારે આ પગલું ભર્યું છે. જાે કે વિપક્ષી દળોએ સંસદમાં તેનો જાેરદાર વિરોધ કર્યો હતો.

પરંતુ અહીં લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને, બસપા સુપ્રીમો માયાવતીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે તેઓ મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાના બિલનું સમર્થન કરે છે.

યુપીના બસપાના તમામ ૭૫ જિલ્લાના જિલ્લા પ્રમુખોની એક મહત્વપૂર્ણ બેઠક યોજી અને તમામ બેઠકો માટે પાર્ટીની તૈયારીઓને લઈને સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. ૨૧ ઓક્ટોબરથી શરૂ થનારી તમામ વિધાનસભા બેઠકોના પદાધિકારીઓની તૈયારીઓ અંગેનો અહેવાલ લેવામાં આવશે. તમામ બેઠકોના રિપોર્ટના આધારે ખામીઓ દૂર કરવામાં આવશે. વિધાનસભાની તમામ બેઠકોનો વિગતવાર અહેવાલ લેવામાં આવશે.

માયાવતીએ કહ્યું કે, ઉમેદવારોને શું ધ્યાનમાં રાખવું તેની માર્ગદર્શિકા આપવામાં આવશે. તેમણે કહ્યું કે વિરોધ પક્ષો તેમની સાથે ભેદભાવ કરીને પોતાના પક્ષમાં હવા બનાવી રહ્યા છે. ભાજપ, સપા અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પોતાની ખામીઓ ઢાંકી રહી છે. તેઓ ચૂંટણીને હિન્દુ-મુસ્લિમનો રંગ આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે સરકારની ખરાબ નીતિઓ લોકોને જણાવવામાં આવશે. ૨૦૦૭ની જેમ સર્વજન હિતાય, સર્વજન સુખાયની સરકાર રચવાની છે. બસપાની સરકારોમાં અન્યાય, ગુનાખોરી, ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસલક્ષી સરકાર રહી છે. હું રાજ્યની જનતાને પૂછવા માંગુ છું કે આઝાદી પછી કોંગ્રેસ, ભાજપ, સપા અને બસપાનું શાસન બધાએ જાેયું છે, જનતા પોતે જ જણાવે કે કોનું શાસન શ્રેષ્ઠ રહ્યું છે.

માયાવતીએ કહ્યું કે ભાજપના ૩૦૦થી વધુ બેઠકો જીતવાના નિવેદનમાં કોઈ યોગ્યતા નથી. જાે ભાજપે કામ કર્યું હોત તો સરકાર છોડવાની છેલ્લી ઘડીએ ઉદ્‌ઘાટન ન કરવું પડત. યુપીના લોકો લાલચમાં ફસવાના નથી. યુપીના લોકો પરિવર્તન ઈચ્છે છે. અયોધ્યામાં રાજનેતાઓ અને અધિકારીઓ દ્વારા જમીન ખરીદવાના મામલામાં માયાવતીએ તપાસની માંગ કરી હતી અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિ બનાવીને આ મામલાની તપાસ થવી જાેઈએ. જાે ગેરરીતિઓ જાેવા મળે તો સરકારે તેના પર કાર્યવાહી કરવી જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.