Western Times News

Gujarati News

અભિનેતા રણવીર સિંહ ફિલ્મ ૮૩માં પહેલી પસંદ ન હતો

મુંબઇ, ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘૮૩’ આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. કોરોના મહામારીના કારણે લગભગ બે વર્ષથી અટવાયેલી આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ રાહ જાેઈ રહ્યા હતા. ફિલ્મ ‘૮૩’ને સારો રિવ્યૂ મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટ મુજબ, ફિલ્મમાં કપિલ દેવનો રોલ કરી રહેલો રણવીર સિંહ પહેલી પસંદ નહોતો. રણવીર સિંહની જગ્યાએ અર્જુન કપૂરનું નામ સૂચવવામાં આવ્યું હતું. જે કપિલ દેવનો રેલ કરવાનો હતો.

રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પહેલાં રણવીર સિંહને આપવામાં આવી અને એ પછી તેના બેસ્ટ ફ્રેન્ડ અર્જુન કપૂરને આપવામાં આવી. કબીર સિંહના આવ્યા બાદ સ્ક્રિપ્ટ ફરીથી રણવીર સિંહને આપવામાં આવી હતી.

બોલીવૂડ ન્યૂઝ સાથે સંકળાયેલી એક વેબસાઈટના સોર્સે જણાવ્યું કે, અર્જુન કપૂર તેમના નજીકના દોસ્તના પ્રીમિયરમાં સામેલ ન થઈ શક્યો, કારણ કે તે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, પરંતુ અર્જુન કપૂર પોતાના સારા મિત્ર માટે થોડો સમય કાઢી શકતો હતો. કારણ કે રણવીર સિંહ માટે એક મોટી ક્ષણ હતી.

આ પ્રોજેક્ટની જાહેરાત ૨૦૧૪માં કરવામાં આવી હતી, પરંતુ બાદમાં ૨૦૧૭માં કબીર ખાન દ્વારા ડિરેક્ટરને બદલી દેવામાં આવ્યો. સંજય સિંહ પૂરન સિંહ ચૌહાણ દ્વારા પહેલાં ડ્રાફ્ટ લખાઈ ગયા બાદ તેઓએ અને વિષ્ણુવર્ધન ઈન્દુરીએ અર્જુન કપૂરનો સંપર્ક કર્યો હતો. જેને સ્ક્રિપ્ટ પસંદ હતી પણ ફિલ્મ મેકર આદિત્ય ચોપરાને તેને કો-પ્રોડ્યુસ કરવા ઈચ્છતા હતા. આદિત્ય ચોપરાને એટલું બધુ ગમ્યુ કે તે આખી સ્ક્રિપ્ટ ખરીદવા ઈચ્છતા હતા.

પરંતુ સંજય પૂરન સિહ ચોહાણ પોતે આને ડિરેક્ટ કરવા ઈચ્છુક હતા. અર્જુન કપૂરે કેટલાંક લૂક ટેસ્ટ પણ આપ્યા. અર્જુન કપૂરે વિક્રમાદિત્ય મોટવાની, મધુ મંટેના અને વિકાસ બહલ પર પસંદગી ઉતરી, કારણ કે તે તેમના નજીકના હતા. તેઓ સંજય પૂરન સિંહ ચૌહાણને પોતાની ઓફિસે બોલાવતા રહ્યા પરંતુ સ્ક્રિપ્ટ પર ચર્ચા નહોતા કરતા.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે ફિલ્મ ‘૮૩’ની સત્તાવાર રીતે એક કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી તો સંજય સિંહ પૂરન સિંહ ચૌહાણને તેમના એક દોસ્ત મારફતે જાણવા મળ્યું કે, તેઓને બદલી દેવામાં આવ્યા છે અને તેઓ રણવીર સિંહ દ્વારા મહાન ક્રિકેટરની ભૂમિકા નિભાવવા પર વિચાર કરી રહ્યા હતા. ટ્રેડ સોર્સે રણવીર સિંહની ખૂબ જ પ્રશંસા કરતા કહ્યું કે, તે કપિલ દેવના રોલ માટે ફીટ બેસે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.