Western Times News

Gujarati News

બાળકીને ટ્રકચાલકે કચડી નાખી, ઘટના CCTVમાં કેદ

સુરત, સુરતના અમરોલી વિસ્તારમાં છાપરા ભાટા નજીક આવેલ સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે એક ટ્રકે બાળકીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં તે રસ્તા પર દોડી રહ્યા છે જેના કારણે માસૂમ બાળાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી પોલીસને હવાલે કર્યો હતો. જાેકે માત્ર ૨૪ કલાકમાં ડ્રાઇવર જામીન પર છૂટી જતાં લોકોમાં રોષ જાેવા મળી રહ્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ ઉપર સીતાનગર મઢુલી ચાર રસ્તા પાસે એક ટ્રકે અકસ્માત કર્યો હતો.

શ્રમિક પરિવારની યુવતીનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અમરોલીના છાપરાભાઠામાં એન્ટિલિયા ડ્રિમ્સમાં મજૂરી કામ કરીને ૪૨ વર્ષીય દીપકભાઈ પીપલિયા પરિવારનું ભરણપોષણ કરતા હતા. તે પત્ની, ૮ વર્ષીય પુત્ર ધીયાન અને ૧૨ વર્ષીય પુત્રી દિશા સાથે રહેતા હતા.

દિશા છાપરાભાઠાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે દિશા બપોરના સમયે સ્કૂલેથી ઘરે પગપાળા પરત આવી રહી હતી. ત્યારે બાપા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે કાળમુખી ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લઈ કચડી નાખી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે જ દિશાનું મોત નિપજયું હતું.

ઘટના બાદ ભાગી ગયેલા ટ્રકના ચાલકને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થતા હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે દિવસ દરમિયાન ભારે વાહનો સિટી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો ફરી રહ્યા છે. ત્યારે સરકાર અને પોલીસની ઢીલી નીતિ ને લઈને પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી ટ્રકે એક બાળકીને કચડી નાખી હતી.

આ ઘટનાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. સાથે સાથે ટ્રકનું ૨૦૧૬માં પાર્સિંગ થયું હતું, ફિટનેસ સર્ટી અને વીમા વગર ટ્રક રોડ ઉપર દોડી રહી હતી. અકસ્માત કરનાર ડ્રાઇવરની પોલીસે ધરપકડ કર્યા બાદ ગણતરીના કલાકોમાં તેને પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને લઈને પોલીસની કામગીરી અને પોલીસને આ નિયમોને લઈને સવાલ સાથે લોકોના રોજ જાેવા મળી રહ્યા છે.

અકસ્માતમાં દિશાની આંખો સ્વસ્થ હોવાથી માતા-પિતા સાથે પીપલિયા પરિવાર દ્વારા સમાજમાં ઉત્તર ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો ર્નિણય લેવામાં આવ્યો હતો. કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને અપાઇ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.