Western Times News

Gujarati News

ઓમિક્રોન: એરલાઈન કંપનીઓ મુશ્કેલીમાં, પાંચ દિવસમાં 11500 ફ્લાઈટો રદ

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે એવિએશન સેક્ટર પરનુ સંકટ વધી ગયુ છે. આખી દુનિયાની એરલાઈનો પર હવે ઓમિક્રોનના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે.છેલ્લા પાંચ દિવસમાં દુનિયામાં 11500 ફ્લાઈટો ઓમિક્રોનની દહેશતના કારણે રદ કરવામાં આવી છે.

નવા વર્ષના ટાણે જ ફ્લાઈટો રદ કરવાના કારણે પર્યટકો અને એરલાઈન કંપનીઓ બંને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.છેલ્લા બે દિવસમાં જ 4100 ફ્લાઈટો રદ કરવામાં આવી છે.

અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના ઘણા દેશોમાં ઓમિક્રોનના કારણે સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધી રહી છે.વિવિધ દેશોમાં કોરોનાના કેસ ફરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે ત્યારે તકેદારીના ભાગરુપે ઘણા દેશો પોતાની ફ્લાઈટસ રદ કરી રહ્યા છે.

એવા સમયે ફ્લાઈટસ રદ થઈ છે જ્યારે લોકો ક્રિસમસ વેકેશનમાં બહાર ફરવા માટે નિકળતા હોય છે.કેટલીક એરલાઈનો તો ઓમિક્રોનના કારણે સ્ટાફની અછતનો સામનો કરી રહી છે.

આ પહેલા પણ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એરલાઈન કંપનીઓ નુકસાન ભોગવી ચુકી છે ત્યારે તેમને ઓમિક્રોનના કારણે વધુ એક ફટકો પડે તેમ લાગી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.