Western Times News

Gujarati News

પહેલાં સમસ્યાથી છૂટકારાનો પ્રયાસ થતો હતો: મોદી

કાનપુર, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આજે કાનપુરમાં છે. અહીં તેઓ કાનપુર આઈઆઈટીના ૫૪માં દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. ત્યારબાદ તેઓ કાનપુરમાં લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે  બનેલા મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કરશે.  પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશની આઝાદીને ૨૫ વર્ષ થયા, ત્યાં સુધી આપણે પણ આપણા પગ પર ઊભા થવા માટે ઘણું બધુ કરી લેવું જરૂરી હતું.

ત્યારથી લઈને અત્યાર સુધી ઘણું મોડું થઈ ચૂક્યું છે. દેશ ખુબ સમય ગુમાવી ચૂક્યો છે. વચમાં ૨ પેઢીઓ જતી રહી આથી આપણે ૨ પળ પણ ગુમાવવાની નથી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જે સોચ અને એટિટ્યૂડ આજે તમારા છે. તે જ એટિટ્યૂડ દેશનો પણ છે. પહેલા જે સોચ કામ ચલાવી લેવાની રહેતી હતી તે સોચ આજે કઈક કરી દેખાડવાની, કામ કરીને પરિણામ લાવવાની છે. પહેલા જે સમસ્યાઓથી છૂટકારો મેળવવાની કોશિશ રહેતી હતી તેમાં આજે સમસ્યાઓના સમાધાન માટે સંકલ્પ લેવામાં આવે છે.

તેમણે કહ્યું કે આ દોર, આ ૨૧મી સદી સંપૂર્ણ રીતે ટેક્નોલોજી ડ્રીવન છે. આ દાયકામાં પણ ટેક્નોલોજી અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનો દબદબો વધારવાની છે. ટેક્નોલોજી વગરનું જીવન હવે એક પ્રકારે અધૂરું જ રહેશે. આ જીવન અને ટેક્નોલોજીની સ્પર્ધાનો યુગ છે અને મને વિશ્વાસ છે કે તેમાં તમે જરૂર આગળ નીકળશો. પીએમ મોદીએ કહ્યું કે ૧૯૩૦ના તે સમયમાં જ્યારે ૨૦-૨૫ વર્ષના યુવાઓ હતા, ૧૯૪૭ સુધી તેમની મુસાફરી અને ૧૯૪૭માં આઝાદીની સિદ્ધિ, તેમના જીવનનો ગોલ્ડન ફેઝ હતો.

આજે તમે પણ એક પ્રકારે તેવા જ ગોલ્ડન એરામાં ડગલું માંડી રહ્યા છો. જે રીતે આ રાષ્ટ્રના જીવનનો અમૃતકાળ છે, એ જ રીતે આ તમારા જીવનનો પણ અમૃતકાળ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કાનપુર ભારતના તેવા ગણતરીના શહેરોમાંથી એક છે જે આટલું ડાયવર્સછે.

સત્તી ચૌરા ઘાટથી લઈને મદારી પાસી સુધી, નાના સાહેબથી લઈને બટુકેશ્વર દત્ત સુધી. જ્યારે આપણે આ શહેરની સૈર કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે જાણે આપણે સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોના ગૌરવની, તેના ગૌરવશાળી ભૂતકાળની સૈર કરી રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે તમે જ્યારે આઈઆઈટીકાનપુરમાં પ્રવેશ લીધો હતો તઅને હવે જ્યારે તમે અહીંથી નીકળી રહ્યા છો ત્યારે અને હાલમાં તમે તમારામાં ખુબ પરિવર્તન મહેસૂસ કરી રહ્યા હશો.

અહીં આવતા પહેલા એક ફિયર ઓફ અનનોન હશે એક ક્વેરી ઓફ અનનોન હશે. હવે ફિયર ઓફ અનનોન નથી. હવે સમગ્ર દુનિયાને એક્સપ્લોર કરવાનો જુસ્સો છે. હવે ક્વેરી ઓફ નથી પરંતુ હવે ક્વેસ્ટ ફોર બેસ્ટ છે. સમગ્ર દુનિયા પર છવાઈ જવાનું સપનું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.