Western Times News

Gujarati News

કેમ્પસ એક્ટિવવેરએ IPO માટે ડીઆરએચપી ફાઇલ કર્યું

નાણાકીય વર્ષ 2020-21માં મૂલ્ય અને વોલ્યુમની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર ફૂટવેર બ્રાન્ડ કેમ્પસ શૂ છે. વર્ષ 2005માં બ્રાન્ડ “કેમ્પસ” પ્રસ્તુત થઈ હતી તથા કંપની લાઇફસ્ટાઇલ-ઓરિન્ટેડ સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર ફૂટવેર કંપની છે, જે સંપૂર્ણ પરિવાર માટે પ્રોડક્ટનો બહોળો પોર્ટફોલિયો ઓફર કરે છે. Campus Activewear files DRHP for IPO

કેમ્પસ એક્ટિવવેર લિમિટેડએ 51 મિલિયન (5.1 કરોડ) ઇક્વિટી શેર સુધીની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા છે. આ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 5 છે અને આ ઓફર 100 ટકા વેચાણ માટેની ઓફર (ઓએફએસ) છે.

Campus Shoes is the largest sports and athleisure footwear brand in India in terms of value and volume in Fiscal 2021. Brand “CAMPUS” was introduced in 2005 and the company is a lifestyle-oriented sports and athleisure footwear company that offers a diverse product portfolio for the entire family.

કંપનીના પ્રમોટર્સ છે – શ્રી હરિ ક્રિષ્ન અગ્રવાલ અને શ્રી નિખિલ અગ્રવાલ. ટીપીજી ગ્રોથ III SF પ્રાઇવેટ લિમિટેડ અને QRG એન્ટરપ્રાઇઝીસ જેવા ટોચના રોકાણકારો વેચાણ માટેની ઓફર દ્વારા કંપનીમાં તેમના હિસ્સાના અમુક ભાગનું વેચાણ કરશે.

જ્યારે કંપનીના પ્રમોટર્સ અત્યારે કુલ હિસ્સામાં 78.21 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારે ટીપીજી ગ્રોથ અને QRG એન્ટરપ્રાઇઝીસ અનુક્રમે 17.19 ટકા અને 3.86 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 0.74 ટકા હિસ્સો વ્યક્તિગત શેરધારકો અને હાલના કર્મચારીઓનો છે.

ભારતીય સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર ફૂટવેર ક્ષેત્રમાં કંપનીની ક્ષમતા નીચે મુજબ જોવા મળે છે (સ્તોત્રઃ ટેકનોપેક રિપોર્ટ):

નાણાકીય વર્ષ 2018-19 અને 2020-21માં ભારતમાં “કેમ્પસ” સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર સ્કેલ્ડ ફૂટવેર બ્રાન્ડ  છે (સ્કેલ્ડ બ્રાન્ડ્સ એવી બ્રાન્ડ્સ છે, જેની આવક નાણાકીય વર્ષ 2018-19માં ₹ 2 અબજની આવક ધરાવે છે). કંપનીએ નાણાકીય વર્ષ 2018-19થી 2020-21ના ગાળામાં 39 મિલિયનથી વધારે પેરનું વેચાણ કર્યું છે.

બ્રાન્ડ ભારતમાં નાણાકીય વર્ષ 2019-20માં મૂલ્યની દ્રષ્ટિએ બ્રાન્ડેડ સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર ફૂટવેર ઉદ્યોગમાં અંદાજે 15 ટકા બજારહિસ્સો ધરાવે છે, જે નાણાકીય વર્ષ 2020-21માં વધીને અંદાજે 17 ટકા થયો છે.

કેમ્પસ આ સેગમેન્ટમાં સૌથી પ્રસ્તુત બ્રાન્ડ પૈકીની એક છે, જે નાણાકીય વર્ષ 2020-21 સુધી ભારતમાં સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર ફૂટવેર માટે કુલ જરૂરિયાત પૂરી કરી શકાય એવા બજારના 85 ટકાથી વધારે હિસ્સાને આવરી લે છે. આ સેગમેન્ટમાં અતિ થોડી સ્થાપિત ભારતીય બ્રાન્ડ પૈકીની એક છે, જેમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનું વર્ચસ્વ છે.

કેમ્પસ વર્ષે 25.6 મિલિયન પેર (2.56 કરોડ) પેરનું ઉત્પાદન કરવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આ સમગ્ર ભારતમાં વેપાર વિતરણનું નેટવર્ક ધરાવે છે, જે 400થી વધારે વિતરકોને આવરીને સીધું વેચાણ કરે છે અને 18,200થી વધારે જીયોગ્રાફિકલ મેપિંગ કરેલા રિટેલર્સના ઓર્ડર્સ પૂર્ણ કરે છે.

કેમ્પ્સનાં સતત વધતા ડાયરેક્ટ-ટૂ-કન્ઝ્યુમર નેટવર્કે 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિનાના ગાળામાં કુલ આવકમાં 38 ટકા હિસ્સાનું પ્રદાન કર્યું છે, જેમાં આ જ ગાળા દરમિયાન કામગીરીમાંથી કુલ આવકનો 30 ટકાથી વધારે હિસ્સો ઇ-કોમર્સ વેચાણમાંથી પ્રાપ્ત થયો હતો.

ભારતીય ફૂટવેર રિટેલ બજાર નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2024-25 સુધી 8 ટકાના સીએજીઆર પર તથા નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 સુધી 21.6 ટકાના દરે વૃદ્ધિ કરશે એવી અપેક્ષા છે – જે નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 સુધી સૌથી વધુ ઝડપથી વિકસતી વિવેકાધિન કેટેગરીઓ પૈકીની એક છે. (સ્તોત્રઃ ટેકનોપેક રિપોર્ટ).

કંપનીનું સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર ફૂટવેર સેગમેન્ટ ઉદ્યોગનું ચોક્કસ સેગમેન્ટ છે, જે અતિ ઓછી પહોંચ ધરાવે છે. આ વિકસિત અર્થતંત્રોની સરખામણીમાં માથાદીઠ અતિ ઓછા ફૂટવેરમાં જોવા મળે છે તથા નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2024-25 વચ્ચે 14 ટકાના સીએજીઆર સાથે, તથા નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 વચ્ચે 25 ટકાના દરે સૌથી વધુ ઝડપથી વિકસતું સેગમેન્ટ બનશે એવી અપેક્ષા છે. (સ્તોત્ર) ટેકનોપેક રિપોર્ટ).

આઇપીઓ માટે ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સ છે – BofAસીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, JM ફાઇનાન્શિયલ, CLSA ઇન્ડિયા અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.