Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી કોવિડ પ્રભાવિત રાજ્ય જાહેર

લખનૌ, દેશભરમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જાેખમ સતત વધી રહ્યુ છે. આ જ કારણ છે કે એક પછી એક તમામ રાજ્યોમાં રાત્રિ કર્ફ્‌યુ સહિત તમામ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. લગ્ન સમારંભથી લઈને તમામ સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશને પણ કોરોના પ્રભાવિત રાજ્ય જાહેર કરી દેવામાં આવ્યુ છે.

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યપાલના નિર્દેશ પર ઉત્તર પ્રદેશને કોવિડ પ્રભાવિત રાજ્ય જાહેર કર્યુ છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશ લોક આરોગ્ય તેમજ મહામારી રોગ નિયંત્રણ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩ દ્વારા આપવામાં આવેલ શક્તિઓનો ઉપયોગ કરીને રાજ્યપાલ, એમ ઘોષિત કરીને ઉદઘોષણા જાહેર કરે છે કે સંપૂર્ણ ઉત્તર પ્રદેશ રાજ્ય કોવિડ-૧૯ પ્રભાવિત છે.

આ ઉદઘોષણા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી કે પછી આવતા આદેશ સુધી ચાલુ રહેશે.નોંધનીય વાત એ છે કે ૨૭ ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ પહેલા રાજ્ય સરકારે ૨૫ ડિસેમ્બરે રાત્રિ કર્ફ્‌યુ લગાવી દેવામાં આવ્યો હતો. મંગળવારે રાજ્યમાં કોરોનાના ૮૦ નવા કેસ સામે આવ્યા હતા કે જે સોમવારની સરખામણીમાં બમણા છે. રાજ્યમાં કોરોના એકવાર ફરીથી પોતાના પગ ફેલાવવા લાગ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.