Western Times News

Gujarati News

દિલ્હીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત,શીત લહેરનુ એલર્ટ જાહેર

નવીદિલ્હી, દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે થયેલા વરસાદના કારણે યુપી, એમપી, બિહારમાં ઠંડી વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે ઠંડીનો પ્રકોપ આમ જ ચાલુ રહેશે અને ૨૯થી ૩૧ ડિસેમ્બર વચ્ચે ઘણા રાજ્યોમાં શીત લહેર ચાલશે અને ઠંડી વધશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અને પહાડો પર બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે.

આઈએમડીએ પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, દિલ્લીાં આગલા ચાર દિવસ સુધી માટે ગાઢ ધૂમ્મસનુ પણ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે બીજી તરફ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં હળવા વરસાદના અણસાર છે જ્યારે રાજધાની દિલ્લીમાં આજે વરસાદ થવાના અણસાર નથી પરંતુ અહીં શીત લહેર અને ધૂમ્મસનો આતંક જાેવા મળશે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજે અહીં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

હાલમાં પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીરમાં ડાલ ઝીલ જામી ચૂકી છે જ્યારે બીજી તરફ હિમાચલ, ઉત્તરાખંડના મેદાનો સફેદ ચાદરથી ઢંકાઈ ચૂક્યા છે. લેહ, જમ્મુ, શ્રીનગરમાં તેઝી પારો ઘટશે. અમુક જગ્યાએ તાપમાન માઈનસમાં પહોંચી ગયુ છે જ્યારે કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલમાં આગલા ત્રણ દિવસ સુધી હિમવર્ષાની સંભાવના છે. વળી, દક્ષિણ ભારતમાં હવામાન સૂકુ રહેશે. તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં તડકો નીકળવાના અણસાર છે અને અહીં પહેલાની સરખામણીમાં આકાશ સાફ રહેશે પરંતુ વચ્ચે-વચ્ચે હળવા પવનો ચાલતા રહેશે.

રાજસ્થાનમાં કડકડતી ઠંડીનો કહેર ચાલુ છે. અહીંના ફતેહપુર, સીકર અને ચુરુમાં જાેરદાર ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે અહીં શીત લહેરનુ એલર્ટ જાહેર કર્યુ છે. વળી, દિલ્લી-એનસીઆરમાં આજે પણ હવાની ક્વૉલિટી ઘણી ખરાબ છે. જાે કે વરસાદ થવાના કારણે પ્રદૂષણમાં થોડો સુધારો થયો છે પરંતુ હજુ પણ સ્થિતિ સુધરી નથી. વધતી ઠંડીના કારણે રસ્તાના કિનારે ઘણા લોકો આગ સેકતા જાેવા મળ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.