Western Times News

Gujarati News

પ્રોપર્ટી કાર્ડની ઈ-સીલવાળી QR કોડ સાથેની નકલો અધિકૃત ગણાશે

(એજન્સી) ગાંધીનગર, સીટી સર્વે કચેરી દ્વારા હવે પ્રોપર્ટી કાર્ડની ઓનલાઈન પોર્ટલ ઉપરથી કોમ્પ્યુટરાઈઝડ નકલ આપવામાં આવે છે. જેમાં હવે ઈ-સીલ દ્વારા પ્રમાણિત કરેલી કોમ્પ્યુટરાઈઝડ નકલ અરજદારને અપાય એમાં અધિકૃતતાની ખાતરી રહે એ માટે ક્યુઆર કોડ પણ બનાવવામાં આવશે.

એ ઉપરાંત સ્થાવર મિલકત અંગેના બિનવસિયતી દસ્તાવેજોના રજીસ્ટરમાં ર૦૧૯ પછી નોંધાયેલા દસ્તાવેજની પ્રમાણિત નલક પણ અરજદારને ઓનલાઈન મળી શકશે. તો વિવિધ મહેસુલ અધિકારીઓને અપાયેલી બિન અદાલતી સ્ટેમ્પ રીફંડ અને કોર્ટ સ્ટેમ્પ રીફંડ ફીની સત્તા પણ વધારવામાં આવી છે.

મહેસુલ વિભાગ દ્વારા વધુ લોકોપયોગી નિર્ણય કરાયા છે. ઓનલાઈન થકી વધુને વધુ ડીજીટલ સેવાઓ નાગરીકો-અરજદારોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં ઓનલાઈન પોર્ટલ પરથી નિયત ફી ભરીને સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરીના સર્વે રેકોર્ડના મિલકત કાર્ડ પ્રોપર્ટી કાર્ડની ઈ-સીલવાળી ક્યુઆર કોડ સાથેની નકલો અધિકૃત ગણવામાં આવશે.

તેને અલગથી સીટી સર્વે કચેરી ખાતે જઈને પ્રમાણિત કરવાની જરૂર રહેશે નહી. નકલની અધિકૃતતાની ખાતરી ઓનલાઈન કરી શકાય એ માટે દરેક નકલ પર ક્યુઆર કોડ પણ લગાવવામાં આવશે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મંજુંરી સાથેે આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.

અન્ય એક ઠરાવમાં સબ રજીસ્ટાર કચેરીઓમાં સ્થાવર મિલકત અંગેના બિનવસિયતી દસ્તાવેજાેના રજીસ્ટરમાં નોંધાયેલા દસ્તાવેજાેની પ્રમાણિત નકલ અરજદાર આઈઓરા પોર્ટલ પરથી ઓનલાઈન મેળવી શકશે. આ માટે ર૦-૧૯થી નોંધાયેલા દસ્તાવેજની પ્રમાણિત નકલની ૩૦૦ રૂપિયા પ્રોસેસીંગ ફી અને સ્ટેમ્પ ફી ૩૦૦ મળીને ૬૦૦ રૂપિયા ઓનલાઈન ઈ-પેમેન્ટ કરીને સબ રજીસ્ટારની ઈ-સિગ્નેચર, સિસ્ટમ જનરેટેડ સીલ અને ક્યુઆર કોડ સાથે પીડીએફ ડાઉનલોડ કરી શકાશેે.

મહેસુલ વિભાગ દ્વારા મહસુલી અધિકારીઓને બિન અદાલતી સ્ટેમ્પ રીફંડ અને કોર્ટ ફી સટેમ્પ રીફંડની સતા મર્યાદામાં ફેરફાર કરવામં આવ્યો છે. એ મુજબ સબ રજીસ્ટ્રારને અરજી સ્વીકારી, અભિપ્રાય સહ રજુ કરવાનો અધિકાર અપાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.