Western Times News

Gujarati News

સેનાના જવાનોને સ્વદેશી રક્ષા કવચ મળ્યુ

નવી દિલ્હી, પૂર્વી લદ્દાખ, ઉત્તરી સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા હિમાલયની ઉંચાઈવાળા વિસ્તારમાં તૈનાત થનારા ભારતીય સૈનિકોને હવે સ્વદેશી ગરમ કપડા મળશે. આ એક્સ્ટ્રીમ વેધર ક્લોથિંગ સિસ્ટમ ના માત્ર આરામદાયક છે પરંતુ તેની જાળવણી પણ સરળ છે.

આ ખાસ કાપડનુ વજન ઘણુ ઓછુ છે અને આને પહેરીને સૈનિક પોતાનુ કામ સરળતાથી કરી શકશે. DRDOએ 28મી ડિસેમ્બરે આ કપડાની તકનીકને 5 સ્વદેશી કંપનીઓને આપી દીધા છે અને તેઓ જલ્દી આનુ ઉત્પાદન શરૂ કરી દેશે.

આ રક્ષા કવચના નિર્માણને રક્ષા ક્ષેત્રમાં દેશી એટલે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની દિશામાં મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. હજુ સુધી ભારતીય સેના ઘણા ઊંચાઈવાળા વિસ્તારમાં ઉપયોગ કરનાર કપડા વિદેશોમાં ખરીદતા હતા. આ ખાસ રક્ષા કવચવાળા કપડાને જીરોથી 50 ડિગ્રી નીચેના તાપમાન પર તૈનાત સૈનિકોને ઈશ્યૂ કરવામાં આવે છે.

વર્ષ મે 2020માં ચીનની સાથે પૂર્વી લદ્દાખમાં તણાવ શરૂ થયા બાદ ભારતીય સેનાએ લગભગ 50,000 સૈનિકોની તૈનાતી LAC પર કરી છે. એવામાં આ તમામ સૈનિકો માટે 2020માં અમેરિકાથી ખાસ કાપડ આયાત કરવામાં આવ્યા હતા પરંતુ હવે ભારતીય કંપનીઓ જ આ કપડાને બનાવશે.

DRDO દ્વારા બનાવવામાં આવેલા કપડા ત્રણ લેયરમાં પહેરવામાં આવે છે અને આનાથી 15 ડિગ્રીથી લઈને શૂન્યથી 50 ડિગ્રી નીચેના તાપમાન પર આરામથી પહેરવામાં આવે છે. આ વિશેષ કપડાને વોટરપ્રૂફ અને વિંડપ્રૂફ બનાવવામાં આવે છે જેથી હિમાલયના ઉપરી વિસ્તારમાં થનારી બરફવર્ષા અને તેજ બર્ફીલી હવાથી બચાવ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.