Western Times News

Gujarati News

હું નિષ્ઠાથી કહુ છું કે મે જીંદગીમાં ક્યારેય દારૂ પીધો નથીઃ ઇસુદાન ગઢવી

અમદાવાદ, આજે રાજ્યમાં આપ પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવી પર મૂકાયેલા આરોપ બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સમગ્ર લીગલ ટીમ અને આપના નેતાઓ સાથે હાજર રહીને પોતાનું નિવેદન આપ્યું છે.

ઈશુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે ૧૩મા દિવસ જેલવાસ બાદ પરત ફર્યા પછી મને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે તમારો લિંકર રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, ત્યારે હું નિષ્ઠાથી કહુ છું કે મે જીંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી.

અને છતાંયે જ્યારે મને તે દિવસે કહેવામાં આવ્યું કે તમે લથડિયા ખાવ છો, ત્યારે પોલીસે મને જણાવ્યું કે તમારો લિંકર ટેસ્ટ કરાવવાનો છે? ત્યારે મેં માંગણી કરી હતી કે પ્રાઈવેટમાં ટેસ્ટ કરાવીએ. ત્યારે પોલીસે મને જણાવ્યું કે તમે ચિંતા ન કરો. મેં કીધું કંઈ વાંધો નહીં.

મને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં બ્લડ લેવામાં આવ્યું, ડોક્ટરે ચેકઅપ કર્યું, મારી આંખો જાેઈ, વાસ ચેક કરી પરંતુ ક્યાય આવી નહોતી. સ્વાભાવિક છે કે ત્યારબાદ મને લોકઅપમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ સાંજે મેં રિપોર્ટ માંગ્યો તો તેમણે જણાવ્યું કે રિપોર્ટ તો ૪૮ કલાક પછી આવશે. પછી મને મશીનથી ફૂંક મરાવી ચેક કર્યું. ત્યારબાદ મને જણાવ્યું તો પોલીસે કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો રિપોર્ટ નેગેટીવ છે.

ઈશુદાને ભાર મૂકીને જણાવ્યું હતું કે મે જીંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. જ્યારે વાત હતી ભીડમાં ધક્કાભૂક્કીની તો.. મેં જેલમાંથી છૂટ્યા બાદ વીડિયો જાેયો છે. જ્યારે મને  સાહેબ લઈને જાય છે, ત્યારે તેમને મને સવાલ કરતા મેં પાર્ટીના સિમ્બોલિક વિરોધ હોવાના કારણે હું અહીં ઉપસ્થિત હતો તેવું જણાવ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલના બંગલે ભાજપના નેતાઓ વિરોધ કરવા ગયા છે, વિરોધ કરવો તો વિરોધ પક્ષનું કામ છે.

હવે સવાલ લિંકર રિપોર્ટની વાત કરીએ તો ભવિષ્યમાં અનેક કેસ કરવામાં આવ્યા છે, પરંતુ એક નિયમ છે કે ડિટેઈન કરીને છોડી દેવામાં આવે છે. અમે વિપક્ષની ભૂમિકામાં હોય ત્યારે સ્વાભાવિક પણે મારા પર ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ મારે જનતાને જણાવવાનું છે કે અમે આવા આરોપો માટે મનથી તૈયાર છીએ. ભાજપ હંમેશાં આવી નિમ્નકક્ષાની રાજનીતિ કરે છે.

બેન દીકરીને ૨૦ ફૂટ દૂર હોય તો માણસ કંઈ રીતે છેડતી કરે. છતાં ભાજપે અમારા પર આવા આક્ષેપ કર્યા. દારૂ પીધેલા હોવાના આક્ષેપમાં મેં કદી જિંદગીમાં દારૂ નથી પીધો હોવાનું કવ છું.

તમે મારા વિશે કોઈને પણ પુછો ત્યારે જવાબ એક જ હશે કે ઈશુદાનભાઈ ક્યારેય દારૂ ન પીવે. તેમ છતાં આક્ષેપ કરવો અને આક્ષેપને ફરિયાદમાં કન્વર્ટ કરવું અને પાછળથી ફરી લિંકર રિપોર્ટ પોઝિટીવ લાવીને મારી પ્રતિષ્ઠામાં હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.હવે તમે વિચાર કરજાે કે રિપોર્ટ ૪૮ કલાકમાં આવી જાય. ન આવે..

પાછળથી હું જેલમાંથી છૂટ્યા પછી રિપોર્ટ પોઝિટીવ છે. ત્યારે મારી માંગણી છે કે આજે મારો જે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે તે શંકાપૂર્ણ રિપોર્ટ છે. તેવું હું પર્સનલી માનું છું. મેં જિંદગીમાં દારૂ પીધો નથી. અને હું તે વાત પર કાયમ છું. હવે જ્યારે વાત છે આલ્કોહોલ મળી આવવાની તો રાજકીય દબાણના કારણે રિપોર્ટ બદલાની સંભાવના હોઈ શકે છે.

રિપોર્ટમાં ફેરફાર અને છેડછાડ કરાવવાની પુરેપુરી સંભાવના છે. આજે બે દિવસ બાદ મેં નક્કી કર્યું છે અને લીગલ ટીમ સાથે પણ ચર્ચા કરીને તે તારણ પર પહોંચ્યા છીએ કે મારો લાઈવ ડિટેક્ટીવ ટેસ્ટ કરાવાવામાં આવે. હું હનુમાન તો નથી કે છાતી ચીરીને દેખાડી શકું, તેમ છતાં જનતાને કહેવા માંગું છું કે હું મોગલ માને સોંગદ કહીને જણાવું છું કે મેં દારૂ પીધો નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.