Western Times News

Gujarati News

ઓમિક્રોનની જાણકારી મેળવતી પ્રથમ કિટને મંજૂરી

નવી દિલ્હી, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ મોટો ર્નિણય લીધો છે. આઈસીએમઆરએ ઓમિક્રોનની જાણકારી મેળવનારી પહેલી કિટને મંજૂરી આપી દીધી છે. આને ટાટા મેડિકલે તૈયાર કરી છે.

આનુ નામ ઓમિસ્યોરછે. મળતી જાણકારી અનુસાર, ટાટા મેડિકલ મુંબઈની કિટને મંજૂરી ૩૦ ડિસેમ્બરે મળી ગઈ હતી, જેની જાણકારી હવે સામે આવી છે. દેશમાં ઓમિક્રોનની જાણકારી મેળવવા માટે બીજી કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. તે મલ્ટીપ્લેક્સ કીટની અમેરિકાની થર્મો પિશરદ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહી છે.

આ કિટ એસ-જીન ટારગેટ ફેલિયર (એસજીટીએફ) સ્ટ્રેટર્જીથી ઓમિક્રોનની જાણ લગાવી છે. હવે ટાટાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે તેનુ નામ ટાટા એમડી ચેક આરટી-પીસીઆર ઓમિસ્યોરછે. ઓમિક્રોન કોરોનાનુ નવુ વેરિઅન્ટ છે. આને ડેલ્ટા અથવા ડેલ્ટા પ્લસ જેટલુ ઘાતક માનવામાં આવી રહ્યુ નથી પરંતુ આ તેમની સરખામણી ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા વધીને ૧,૮૯૨ થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધારે ૫૬૮ અને ૩૮૨ કેસ છે. ઓમિક્રોનના ૧,૮૯૨ દર્દીઓમાંથી ૭૬૬ દર્દી રિકવર થઈ ગયા છે. ઓમિક્રોનના કારણે કોરોનાના કેસમાં પણ ઉછાળો જાેવા મળ્યો છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૭,૩૭૯ નવા કેસ સામે આવ્યા છે. ૧૧,૦૦૭ રિકવરી થઈ અને ૧૨૪ લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.