Western Times News

Gujarati News

બુલ્લીબાઈ એપ વિવાદઃ આસામથી વધુ એક યુવકની ધરપકડ

નવી દિલ્હી, મુસ્લિમ મહિલાઓની ઓનલાઈન હરાજી કરતી બુલ્લી બાઈ એપના મામલામાં દિલ્હી પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને દિલ્હી પોલીસ આસામથી પકડી લાવી છે.દિલ્હી પોલીસનો દાવો છે કે, નીરજ બિશ્નોઈ નામનો 21 વર્ષનો યુવક જોરહાટ આસામનો રહેવાસી છે અને તેણે કોમ્પ્યુટર સાયન્સમાં બે વર્ષનો અભ્યાસ કરેલો  છે.પોલીસનુ કહેવુ છે કે, તેણે એપ ડેવલપ કરી હતી.

મુંબઈ પોલીસ આ મામલામાં મુખ્ય આરોપી શ્વેતા સિંહ, એન્જિનિયરિંગના વિદ્યાર્થી વિશાલ કુમાર ઝા તેમજ મયંક રાવલની ધરપકડ કરી ચુકી છે.આમ આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

બુલ્લી બાઈ એપ પર મુસ્લિમ મહિલાઓના ફોટો મુકીને તેમની બોલી લગાવાતી હતી.જોકે વાસ્તવમાં તો આવી કોઈ હરાજી થઈ નહોતી પણ એપનો ઉદ્દેશ મહિલાઓને ડરાવવાનો અને બદનામ કરવાનો હોય તેવુ લાગી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.