Western Times News

Gujarati News

આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે

File

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જાેવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્‌યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહેશે જાે કે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થયું છે જેના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે પરંતુ આગામી ૩ દિવસ ખેડૂતો માટે ચિંતાજનક છે. કારણ કે કમોસમી વરસાદની આગાહી યથાવત છે.

આવતીકાલે પણ આણંદ અરવલ્લી બનાસકાંઠા દાહોદ મહીસાગર મહેસાણા પંચમહાલ પાટણ સાબરકાંઠા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત અમરેલી ભાવનગર બોટાદ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો ૮ જાન્યુઆરીના ડાંગ નર્મદા નવસારી તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગનું અનુમાન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી ત્રણ દિવસ રહેશે ત્રણ દિવસ બાદ એટલે કે ૯ જાન્યુઆરીથી વાતાવરણ સુકુ બની જશે એટલે કે ત્રણ દિવસ બાદ માવઠાના મારથી ખેડૂતોને રાહત મળશે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જાેર વધશે.

હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકું બનશે અને ઠંડા પવનો ફુંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે જેના કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે.

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાદળછાયુ વાતાવરણ જેના કારણે મહત્તમ તાપમાન નીચુ નોંધાયું છે જેના કારણે દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે જાેકે બેવડી ઋતુનો માર કૃષિ પાક પર પડી રહ્યો છે સાથે જ લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર જાેવા મળી રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૯થી ૧૩ જાન્યુઆરીના રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. અને લઘુતમ તાપમાનનો પારો ગગડશે. તેમજ ૧૬થી ૧૮માં ફરી વાતાવરણ પલટો આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.