Western Times News

Gujarati News

રાજ્યના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે.

ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ રાખશે, જ્યારે 9થી 11ની સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિથી 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખશે.

રાજ્યમાં પ્રવર્તી રહેલ કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી.

આરોગ્ય વિભાગે દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં રોગનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે.

જેથી, કોવિડ-19નાં દર્દીઓને સમયસ૨ સા૨વા૨ મળી રહે તથા આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે જાહેર આરોગ્યને લગત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ જો ૨જા ૫૨ હોય તો તેઓની ૨જા ૨દ કરીને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવામાં આવે છે, તથા આગામી સમય માટે કોઇ પણ અધિકારી/કર્મચારીની અનિવાર્ય સંજોગ સિવાય રજા મંજૂ૨ ક૨વામા આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.