Western Times News

Gujarati News

ખરાબ વાતાવરણના કારણે પાટીલનું હેલિકોપ્ટર ઉડ્યું નહિ

File Photo

ગોંડલ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં ચૂંટાઈને આવેલા ૭૭ ગ્રામ પંચાયતના સરપંચો અને સદસ્યોનો સન્માન સમારોહ અને શ્રમયોગી કાર્ડ વિતરણ કાર્યક્રમ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જાેકે, ખરાબ વાતાવરણના કારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગોંડલ પહોંચી શક્યા ન હતા.

સીઆર પાટીલ છેલ્લા એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત રાજકોટ જિલ્લાની મૂલાકાતે આવવાના હતા. પરંતુ ખરાબ વાતાવરણને કારણે તેઓ ગાંધીનગરથી જ નીકળી શક્યા ન હતા. તેમણે બે કલાક એરપોર્ટ પર રાહ જાેઈ હતી. પણ વાતાવરણ ક્લિયર ન થતા આખરે તેમણે ગોંડલ જવાનો પ્લાન કેન્સલ કર્યો હતો. તેમનુ હેલિકોપ્ટર ગાંધીનગરથી જ ઉડી શક્યુ ન હતું.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મનસુખભાઇ ખાચરિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના રાજમાર્ગો ઉપર બાઈક રેલી સ્વરૂપે નીકળી માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચી હતી. જેના બાદ ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કોઈપણ કાર્ય અટકશે નહિ. પ્રજાની સુખ સુવિધા માટે ત્વરિત ર્નિણય લઇ કાર્યો કરવામાં આવશે. ગોંડલથી ગાંધીનગરના આગેવાનોનો સંપર્ક કરી કાર્યો માટે જરૂરથી જણાવશો.

ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલ છેલ્લા એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત રાજકોટ જિલ્લાની મૂલાકાતે આવવાના હતા. સી.આર. પાટીલે ૩૧ ડિસેમ્બરે રાજકોટના ભવ્ય રોડ શોમાં હાજરી આપી હતી. જે બાદ તા. ૧ જાન્યુઆરીના ખોડલધામની મુલાકાત લીધી હતી અને હવે આજે ગોંડલ ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં હાજરી આપનાર હતા. પરંતુ તે પહેલા જ વાતાવરણ વિધ્ન બન્યુ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.