Western Times News

Gujarati News

પીએમની સુરક્ષામાં કોઈ ચૂક નથી અને તેઓ કોઈ પણ પ્રકારના ખતરામાં નથી: ચન્ની

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે પીએમ મોદી પર સીધો પ્રહાર કર્યો છે. ચરણજીત ચન્નીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક નથી અને તેઓ કોઈ પણ પ્રકારના ખતરામાં નથી.

ચન્નીએ કહ્યું કે તેમની ઈન્ટેલિજેન્સે કહ્યું કે કેટલાક લોકો આગળના રસ્તા પર આવીને બેઠા છે. તમારે બીજા કોઈ રસ્તે અથવા હેલિકોપ્ટરથી જવું પડશે, તેઓ (પીએમ) ફરીને ભટિંડા એરપોર્ટ જાય છે અને આપણા નાણામંત્રીને કહે છે કે જાઓ અને ચન્નીજીને કહો કે હું મારો જીવ બચાવીને આવી ગયો.

આ પછી સીએમ ચન્નીએ કહ્યું કે ઓહ યાર, કોઈ ખતરો નથી, તમે આવા જવાબદાર પદના માણસ છો, તમારી પાસે કોઈ માણસ આવ્યો નથી, કોઈ સૂત્રોચ્ચાર કર્યા નથી, કોઈ પથ્થર માર્યો નથી, કોઈ સ્ક્રેચ આવ્યો નથી, કોઈ ગોળી ચલાવવામાં આવી નથી. તમે તમારો જીવ શું બચાવ્યો? મને આ અંગે આશ્ચર્ય થાય છે.

પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને ચન્નીના નિવેદન બાદ હંગામો મચી ગયો છે. હવે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ લડાઈના મૂડમાં જાેવા મળી રહ્યા છે.ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્‌વીટ કર્યું છે કે દેશના વડાપ્રધાન પ્રત્યે એક રાજ્યના મુખ્યમંત્રીની આ ભાષા? આ લોકો કયા ઘમંડ અને અભિમાનમાં ડૂબેલા છે? પીએમ માટે તુ, તડક, ગોળી, બંદૂક, પથ્થરપની આ ભાષા! વડાપ્રધાન પ્રત્યેની આ એ જ દ્વેષપૂર્ણ ભાષા અને માનસિકતા છે જે ગાંધી પરિવારે પોષી છે. શરમજનક!

બીજી તરફ, કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે તેને પંજાબીઓ વિરુદ્ધ ભાજપની નફરત ગણાવી અને પોતાના ટ્‌વીટમાં લખ્યું કે આ આખી ભાજપને પંજાબ માટે આટલી નફરત કેમ છે ભાઈ? ત્યાંના લોકો, તેમની ભાવના, તેમના ખોરાક અને હવે તેમની વાણીને પણ ધિક્કારે છે? પંજાબ આ દેશનું ગૌરવ છે, હિંમતનો સ્તંભ છે. સિયાપા બંધ કરો, પંજાબીઓ નાલને પ્રેમ કરે છે!HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.