Western Times News

Gujarati News

બરફ વર્ષાથી હિમાચલના ૨૩૮ રસ્તાઓ પર વ્યવહારને અસર

નવી દિલ્હી, ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષાથી મેદાની વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. બરફ વર્ષના કારણે હિમાચલ પ્રદેશમાં ૨૩૮ રસ્તા પર અવર જવર પ્રભાવિત થઈ છે.જન જીવન પર તેની વ્યાપક અસર પડી છે.વીજળીના થાંભલાઓ તુટી ગયા બાદ ઘણા જિલ્લામાં વીજ પૂરવઠો ખોરવાયો છે.

આવનારા બે દિવસમાં પણ રાજ્યમાં ભારે વરસાદ અને બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.૪ અને પાંચ જાન્યુઆરીએ થયેલી બરફવર્ષના કારણે લદ્દાખ જવા માટેનો અટલ ટનલ રસ્તો પણ બંધ થયો હતો અને ૯૦ પર્યટકો લદ્દાખ વિસ્તારમાં ફસાયા હતા.જેમને હવે મનાલી પહોંચાડી દેવાયા છે.

જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદના કારણે જમ્મુ કાશ્મીર વચ્ચેનો હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ થતા ૩૦૦૦ વાહનો ફસાયા હતા.જેમાંથી ૧૦૦૦ વાહનોને હટાવાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.