Western Times News

Gujarati News

૩૦ લાખ પાટીદારોને એકઠા કરવાનો પ્લાન રદ

રાજકોટ, કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૨ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારે પાટીદારોનો સૌથી મોટો ‘ખોડલ પાટોત્સવ’ વરચ્યુઅલ યોજાવાની જાહેરાત થઈ છે.

૨૧ જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે કોરોના મહામારીને પગલે હવે વરચ્યુઅલી યોજાશે તેવુ નરેશ પટેલે કહ્યું. સાથે જ મહાસભા મોકૂફ કરવામા આવી છે. રાજકોટમાં ખોડલધામ પાટોત્સવના આયોજન અંગે સત્તાવાર રીતે આજે જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પાટોત્સવ યોજવો કે નહીં તેનો ફેંસલો આખરે લઈ લીધો છે.

વર્ચ્યુઅલી પાટોત્સવની ઉજવણીની જાહેરાત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામા આવી છે. ૨૧ જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામ પાટોત્સવને લઈને સમાજ અગ્રણીઓની મીટિંગ યોજાઈ હતી.

રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે સમાજના ટ્રસ્ટીઓની મિટિંગમાં ર્નિણય લેવાઈ ગયો છે. જેમાં નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

જેમાં કોરોનાને લઈને પાટોત્સવ કેવી રીતે યોજવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જાહેરાત કરી કે, પાટોત્સવમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ જ કાર્યક્રમો કરવામાં આવશે. ખોડલધામના મહાયજ્ઞમાં ગાઈડ લાઈન મુજબ હાજરી આપશે. જાેકે, મહા સભા રદ્દ નથી કરતા. પરંતુ આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનુ આયોજન કરાશે.

તો ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ કહ્યુ કે, ૨૧ જાન્યુઆરીના ખોડલધામનો પટોત્સવ યોજવવાનો છે, તેની ૭૦ ટકા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના કેસ વધતા પાટોત્સવ વર્ચ્યુઅલ કરવાનો ર્નિણય સર્વાનુમતે કરાયો છે. ૧૦૮ યજ્ઞને બદલે ૧ જ મહા યજ્ઞ કરવામાં આવશે. આ પાટોત્સવમાં અંદાજીત ૩૦લાખ લોકો એકત્ર થવાના હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.