Western Times News

Gujarati News

૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી યોજાશે

કાગવડ, શ્રી ખોડલધામ મુકામે મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ ૨૧-૦૧-૨૦૨૨ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે આ કાર્યક્રમની વિવિધ તૈયારીઓ આખરી ઓપમાં છે.

આજે ડિજીટલ યુગ હોવા છતાં આગામી કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે આદરણીય શ્રી નરેશભાઈ પટેલ ગુજરાત-મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સમાજ દર્શન થાય અને સમાજના લોકોને રૂબરૂ મળી શકાય તેવા શુભ આશયથી છેલ્લા ચાર મહિનાથી પ્રવાસ કરી રહ્યા છે.

આ પ્રવાસ દરમિયાન સમાજના લોકોનો ખૂબ જ મોટો પ્રતિસાદ, લાગણી અને સમર્થન મળેલ છે. લોકોની આવી લાગણી જાેતાં આગામી તારીખ ૨૧-૦૧-૨૦૨૨ના પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે અંદાજે ૨૫-૩૦ લાખથી વધુ લોકો પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગના સાક્ષી બની મા ખોડલના દર્શનનો લ્હાવો લે તેવી પૂરી સંભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે.

તારીખ ૨૧-૦૧-૨૦૨૨ના કાર્યક્રમની રૂપરેખા જાેઈએ તો સવારે ૬ થી ૯ ૧૦૮ કુંડી યજ્ઞ, ૯ થી ૧૦ ધ્વજારોહણ તથા મા ખોડલની મહાઆરતી તથા ૧૦ થી ૧૧-૩૦ મહાસભાનું આયોજન કરેલ હતું. સાથો સાથ સવારે ૬ થી ૧૦ કલાક સુધી સમાંતરે લોક ડાયરાનું આયોજન પણ કરેલ હતું.

જ્યારે છેલ્લા ત્રણેક દિવસથી ઉદભવેલ પરિસ્થિતિ તેમજ લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને આદરણીય શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યક્રમની રૂપરેખામાં થોડો ફેરફાર કરેલ છે. જે આ પ્રમાણે છે.

તારીખ ૨૧ જાન્યુઆરી એટલે લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. આ દિવસે યોજેલ ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રાખવા શક્ય નથી જેને ધ્યાને લઈને આ દિવસે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત ૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે.

તેમજ મહાઆરતી, ધ્વજારોહણ અને સમાજ શિરોમણી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો સમાજ જાેગ સંદેશો ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સવારે ૯-૧૫ થી ૧૦ વાગ્યા સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવશે. જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજાેગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.

મા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને આદરણીયશ્રી નરેશભાઈ પટેલનો સમાજ જાેગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જાેડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.