Western Times News

Gujarati News

રાજસ્થાનથી અંગ્રેજી દારૂ ગુજરાતમાં ઘુસાડતા છાપરી બોર્ડર પોલીસે પકડી પાડ્યો

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) (પ્રતિનિધિ) અંબાજી, મહિન્દ્રા કંપનીનુ પીકઅપ ડાલાના માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ -૭૨૦ , કિ.રૂ. – ૧,૦૮,૦૦૦ / – જથ્થો ઝડપી પાડતી અંબાજી પોલીસ બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે. આર. મોરથલીયા સાહેબ તથા બનાસકાંઠા જીલ્લા

પોલીસ અધિક્ષકશ્રી તરુણ દુગ્ગલ સાહેબ તથા એ.એસ.પી. શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પાલનપુર ડીવીઝન પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપુર્ણ રીતે નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોઈ જે.બી.આચાર્ય પોલીસ ઈન્સપેકટર તથા પી.કે.લીમ્બાચીયા પોલીસ સબ ઈન્સપેક્ટર

તથા છજીૈં શંકરભાઈ ખોડાભાઈ બ.નં .૧૭૮ તથા ેંૐઝ્ર જ્યકરણદાન તખતદાન બ.નં .૧૭૨૯ તથા છઁઝ્ર દલસંગજી હજુરજી બ.નં .૫૫૪ તથા ેંઁઝ્ર સુરેશભાઈ ગોદડભાઈ બ.નં .૧૯૬૮ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે સરહદછાપરી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરનું

મહીન્દ્રાકંપનીનું પીકઅપ ડાલામાં શાકભાજીના ખાલી કેરેટ ભરેલ અને જેની આડમાં દારુ ભરી આવતા તેનો ચાલક અમરચંદ માંગીલાલજી કલાલ ધંધો.ડ્રાઈવિંગ રહે.લોહારોની લીમડી દોલપુરા લીમડી દોલપુરા તા.દેવગઢ જી.રાજસમંદ રાજેસ્થાનવાળો . ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની

દારુની બોટલો નંગ -૭૨૦ કીરૂ .૧,૦૮,૦૦૦ / – તથા મહીન્દ્રા પીકઅપ ડાલાની કી.રૂ .૩,૦૦,૦૦૦ / – એમ કુલે કિ.રૂ.- ૪,૦૮,૦૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ શીવકુમાર ઉર્ફે સુરેશકુમાર નાઈ રહે.અમદાવાદવાળાને આપવા જતા પકડાઈ ગયેલ હોઈ સદરે ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.