Western Times News

Gujarati News

સાત વર્ષ બાદ સીરિયલોમાં વાપસી કરશે રાકેશ બાપટ

મુંબઈ, બિગ બોસ ૧૫ અને બિગ બોસ  OTTમાં જાેવા મળેલો એક્ટર રાકેશ બાપટ છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ સીરિયલમાં દેખાયો નથી. સાત વર્ષ પહેલા રાકેશે કૂબૂલ હૈ સીરિયલમાં કામ કર્યું હતું. જાેકે, હવે રાકેશ બાપટ રાજન શાહીની આગામી સીરિયલમાં જાેવા મળશે. આ શોમાં શહીર શેખ પણ કામ કરી રહ્યો છે.

ફિક્શન જાેનરમાં કમબેક કરવા વિશે રાકેશ બાપટે વાત કરી છે. રાકેશે કહ્યું, હા, ટીવી શોમાં કામ કર્યાને ખાસ્સો સમય થઈ ગયો છે. ૨૦૧૪માં મે છેલ્લે ટીવી શો ‘કૂબૂલ હૈ’માં કામ કર્યું હતું. મારા માટે હું જે લોકો સાથે કામ કરું છું તેમની સાથે તાલમેલ બેસવો જરૂરી છે. ટીમ બરાબર હોવી જાેઈએ. હું આટલા વર્ષો સુધી ટીવીથી દૂર રહ્યો એનું કારણ જ કદાચ એ છે કે, અમારી એનર્જી મેચ નહોતી થતી. પરંતુ આ વખતે મારી એનર્જી રાજન સર સાથે બેઠી છે.

અમે ‘સાત ફેરે’માં સાથે કામ કર્યું હતું અને તે મારો પહેલો શો હતો. મને તેમની ક્રિએટિવ છાંટ પસંદ છે અને એટલે જ તેમણે મને આ રોલ ઓફર કર્યો ત્યારે મેં તરત જ હા પાડી દીધી. રાકેશ બાપટ રાજન શાહીના અપકમિંગ શોમાં શહીર શેખના મોટાભાઈનો રોલ કરશે. ત્યારે રાકેશ ટીવી પર વાપસી કરવા માટે ઉત્સુક છે. ‘તુમ બિન’ અને ‘દિલ વિલ પ્યાર વ્યાર’ જેવી ફિલ્મોથી કરિયરની શરૂઆત કરનારા રાકેશે કહ્યું, “હું કમબેક માટે ઉત્સાહિત છું.

ટીવી સતત ચાલતી પ્રક્રિયા છે, અહીં તમને ફિલ્મોની જેમ વિરામ કે તૈયારી માટે સમય નથી મળતો. તમારે સતત પ્રેશરમાં કામ કરવું પડે છે અને મને આ પસંદ પણ છે. સેટ પર પાછા જવા અને જૂની યાદો તાજી કરવા માટે હું આતુર છું. ટીવીએ મને એક્ટર તરીકે તૈયાર કર્યો અને હું હંમેશા તેનો આભારી રહીશ.

આજે રાકેશ બાપટ માટે સારા રોલ મહત્વ ધરાવે છે પછી માધ્યમ ગમે તે હોય. કામની દ્રષ્ટિએ રાકેશ હાલ સંતુષ્ટ છે અને તેનું કહેવું છે કે, તે ફિલ્મો, ઓટીટી અને ટેલિવિઝન ત્રણેય માધ્યમમાં કામ કરવા માગે છે. રાકેશ છેલ્લે રિયાલિટી શો ‘બિગ બોસ ૧૫’માં જાેવા મળ્યો હતો. પરંતુ તબિયત ખરાબ થતાં તેણે શો છોડી દીધો હતો. રાકેશની ખાસ ફ્રેન્ડ શમિતા શેટ્ટી હજી પણ બિગ બોસ ૧૫’ના ઘરમાં છે અને તે શો જીતે તેવી કામના રાકેશ કરી રહ્યો છે.

શમિતા વિશે વાત કરતાં રાકેશે કહ્યું, હું હંમેશાથી કહેતો આવ્યો છું કે શમિતા પ્રભાવશાળી વ્યક્તિ છે. તે એકદમ પારદર્શક છે અને બિગ બોસ ૧૫માં સારો દેખાવ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.