Western Times News

Gujarati News

જાણીતા કોમેડિયન મૃત હાલતમાં હોટલમાંથી મળી આવતા હડકંપ મચ્યો

વોશિગ્ટન, અમેરિકાના પ્રખ્યાત કોમેડિયન બોબ સાગેટ જેણે ઘણા લોકોના ચહેરા પર ખુશી લાવી હતી. ઘણા લોકો માટે હસવાનું કારણ હતું. તે ખૂબ જ શંકાસ્પદ સંજાેગોમાં મૃત્યુ પામ્યા છે.

સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે સ્ટારનું અવસાન થયું હતું અને તેનો મૃતદેહ ફ્લોરિડામાં એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. તેઓ ૬૫ વર્ષના હતા અને તેમના મૃત્યુનું કારણ હજુ જાણવા મળી રહ્યું છે પરંતુ આ રીતે તેમના મૃત્યુના સમાચારથી હોલીવુડ ઈન્ડસ્ટ્રી નિરાશ થઈ ગઈ છે. તેના ચાહકોમાં ભારે નિરાશા છે.

નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે તેમનું ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં રિટ્‌ઝ-કાર્લટન ખાતે નિધન થયું હતું. તે હોટલના કર્મચારીઓને સાંજે ૪ વાગ્યાની આસપાસ હોટલના રૂમમાં જાેવા મળ્યા હતા. ત્યાંના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાં ૪દ્ભ જાસૂસ પણ હતા જેમને બોબ સેગેટ સાથે કોઈ ડ્રગ્સ મળ્યું ન હતું, તેઓએ તરત જ બોબને ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તેમના મૃત્યુનું કારણ જાણવામાં આવી રહ્યું છે. સ્થાનિક પ્રશાસને ટ્‌વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી.

બોબ સાગેટની પોતાની એક મોટી ફેન ફોલોઈંગ છે. તેણે પોતાની સ્ટેન્ડ કોમેડીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. તેમનો જન્મ ૧૭ મે ૧૯૫૬ના રોજ અમેરિકામાં જ થયો હતો. સ્ટેન્ડ કોમેડી સિવાય તેણે ટેલિવિઝન શો પણ હોસ્ટ કર્યા હતા. તે ૧૮૮૭ થી ૧૯૯૫ દરમિયાન પ્રસારિત થયેલા છમ્ઝ્ર ટેલિવિઝન શો ફુલ હાઉસમાં ડેની ટેનર તરીકેની ભૂમિકા માટે જાણીતા છે. તેની સિક્વલ નેટફ્લિક્સ પર ૨૦૧૬ માં ‘ફુલર હાઉસ’ નામથી શરૂ કરવામાં આવી હતી. તેણે અમેરિકાઝ ફનીએસ્ટ હોમ વિડીયો શો પણ હોસ્ટ કર્યો હતો.

૬૫ વર્ષની ઉંમરે આટલા મોટા કલાકારનું વિદાય લેવું તેના ચાહકો માટે ખરેખર દુઃખદ છે. પોલીસ તેના મોતના કારણોની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં તેના મૃત્યુનું કારણ જાણી શકાશે. તમને જણાવી દઈએ કે ૨૦૧૪માં તેણે ‘ડર્ટી ડેડી’ નામનું પોતાનું પુસ્તક પણ લોન્ચ કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.