Western Times News

Gujarati News

હવે સ્વચ્છ નવા પ્લેટફોર્મ માટે મુસાફરોએ ફી ચૂકવવી પડશે

નવીદિલ્હી, ટૂંક સમયમાં રેલ ભાડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે નવા એરપોર્ટની તર્જ પર મુસાફરો પાસેથી સ્ટેશન ડેવલપમેન્ટ ફી વસૂલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

હવે તમારે રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરતી વખતે વધુ ભાડું ચૂકવવું પડી શકે છે. ભારતીય રેલ્વેએ તાજેતરમાં સ્ટેશન ડેવલપમેન્ટ ફી માટે ચાર્જ તરીકે રૂ. ૧૦ થી રૂ. ૫૦ ના વધારાને મંજૂરી આપી છે. પુનઃનિર્માણ કરાયેલા સ્ટેશનો પરથી ટ્રેનમાં ચઢવા માટે આ ફી નક્કી કરવામાં આવી છે.

સ્ટેશન રિનોવેશન અને ટ્રેનોના ડી-બોર્ડિંગ માટે સમાન ફી વસૂલવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે. સ્ટેશન ડેવલપમેન્ટ ફી ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેન્જરો પાસેથી વસૂલવામાં આવશે. એન જે તે રેલવે સ્ટેશનનું નવીનીકરણ અથવા પુનઃનિર્માણ કરવામાં આવશે. આ સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટ પણ ૧૦ રૂપિયા મોંઘી થશે. રેલ્વે મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે SDFના અમલ સાથે, ખાનગી કંપનીઓને રેલ્વે સ્ટેશનોના પુનઃનિર્માણ માટે બિડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

રેલ્વેની યોજના મુજબ, જાે મુસાફર આવા બે રેલ્વે સ્ટેશનો વચ્ચે મુસાફરી કરી રહ્યો છે જેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, તો મુસાફરે બંને સ્ટેશનો માટે એસડીએફ ચૂકવવો પડશે. જ્યારે, જાે કોઈ રેલ મુસાફર માત્ર એક સ્ટેશન અથવા માત્ર એક જ પુનઃવિકાસિત સ્ટેશનથી મુસાફરી કરી રહ્યો હોય, તો તેણે માત્ર એક સ્ટેશન માટે જીડ્ઢહ્લ ચૂકવવો પડશે. એક પ્રયોગ તરીકે, રેલ્વે મંત્રાલય પ્રથમ ૫૦ રેલ્વે સ્ટેશનોમાં એસડીએફ લાગુ કરી શકે છે. આ પછી તેને અન્ય માન્ય રેલવે સ્ટેશનો માટે પણ લાગુ કરવામાં આવશે.

વપરાશકર્તા ફીને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવશે. તમામ એસી ક્લાસ માટે ફી વધારે (રૂ. ૫૦), સ્લીપર ક્લાસ માટે ઓછી (રૂ. ૨૫) અને અનરિઝર્વ્‌ડ ક્લાસ માટે ન્યૂનતમ રૂ. ૧૦ રાખવાનો પ્રસ્તાવ છે. રેલ્વેની માહિતી અનુસાર, ઉપનગરીય રેલ મુસાફરી માટે આવી કોઈ ફી લેવામાં આવશે નહીં.

એરપોર્ટ અથવા રેલ્વે સ્ટેશન પર કોઈપણ આવકની કમી માટે ચૂકવણી કરવા માટે વપરાશકર્તા વિકાસ ફી વસૂલવામાં આવે છે. જેમાં સ્ટેશન યુઝર ડેવલપમેન્ટ ફીનો દર બદલાય છે. AC મુસાફરી માટે વધુ અને સ્લીપર અથવા અનરિઝર્વ્‌ડ ક્લાસ ટિકિટ માટે ઓછો ચાર્જ લેવામાં આવે છે. જાે કે, પુનઃવિકાસિત રેલ્વે સ્ટેશનો પર SDFનો દર રેલ્વે મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.