Western Times News

Gujarati News

પશ્વિમ બંગાળમાં કોરોનાના એક જ દિવસમાં ૨૪ હજારથી વધુ કેસ

પ્રતિકાત્મક

કોલકતા, પશ્ચિમ બંગાળમાં રવિવારે કોરોના વાયરસના ચેપના ૨૪ હજાર ૨૮૭ નવા કેસ નોંધાયા હતા, જે ૨૦૨૦ માં રોગચાળાના પ્રથમ લહેર પછીના સૌથી વધુ દૈનિક કેસ છે.

રાજ્યમાં કોરોનાથી વધુ ૧૮ દર્દીઓના મોત થયા છે. આજે બંગાળમાં ચેપ દર ૩૩.૮૯ પર પહોંચી ગયો છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮ હજાર ૨૧૩ કોરોના દર્દીઓ સાજા થયા હતા, જે બાદ કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને ૧૬ લાખ ૫૭ હજાર ૩૪ થઈ ગઈ છે.

આજે થયેલા મોત બાદ પશ્ચિમ બંગાળમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે ૧૯ હજાર ૯૦૧ પર પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં ૭૮ હજાર ૧૧૧ સક્રિય કોરોના દર્દીઓ છે.

પશ્ચિમ બંગાળમાં શનિવારે કોરોનાના ૧૮ હજાર ૮૦૨ નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૭ લાખ ૩૦ હજાર ૭૫૯ થઈ ગઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, શનિવારે ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯ને કારણે વધુ ૧૯ દર્દીઓના મોત થયા છે.

બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે કોલકાતામાં ૭ હજાર ૩૩૭ નવા કેસ નોંધાયા છે, જ્યારે ઉત્તર ૨૪ પરગણામાં ૩ હજાર ૨૮૬ કેસ નોંધાયા છે.પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યોજાનારી ચૂંટણી માટેના પક્ષો અને તેમના ઉમેદવારોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા અને ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભીડ એકત્ર ન કરવા જણાવ્યું છે.

એસઇસીના એક અધિકારીએ જણાવ્યું કે ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે ડિજિટલ પ્લેટફોર્મ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે.“એસઈસીએ સુરક્ષા ધોરણોના કડક પાલનની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે. ઉલ્લંઘનના કોઈપણ કિસ્સામાં, ઉમેદવારો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.