Western Times News

Gujarati News

શહેરના સીજી રોડથી પકડાયું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ

અમદાવાદ, શહેરના સીજી રોડ પરથી દેશનું સૌથી પહેલું ગેરકાયદે ઇન્ટરનેશનલ ટેલિફોન એક્સેચેન્જ પકડાયું છે. જે સેશન ઇનિસિએશન પ્રોટોકોલ પર આધારીત આ એક્સચેન્જ એક જાણિતી ઈન્ટરનેટ ટેલિફોની પ્રોટોકોલ ક્લાઉડ બેઝ્‌ડ સર્વિસ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની ટીમ દ્વારા આ કૌભાંડનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. જે દેશની સુરક્ષા સામે પણ ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ રેકેટનો માસ્ટરમાઈન્ડ શેરિયાર નામનો વ્યક્તિ છે જે મૂળરુપે બાંગ્લાદેશના ઢાકાનો વતની છે અને હાલ દુબઈ રહે છે. પોલીસે કહ્યું કે તેણે આ એક્સચેન્જ બનાવવામાં મદદ કરી હતી.

જેના દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશમાંથી ઈન્ટરનેશનલ કોલને રાઉટ કરવામાં આવ્યા હતા. શેરિયાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. હાલ દુબઈમાં રહેતો હોવાનું મનાય છે. એટલું જ નહીં આ કોલ્સથી ટેલીકોમ કંપનીઓને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

અધિકારીએ કહ્યું કે અમે ફક્ત ૧૦૯૮ એસઆઈપી લાનના કોલ ડેટાનો રેકોર્ડ જ પ્રાપ્ત કરી શક્યા છે. એક લાઈન એકવારમાં ૧૦૦૦ કોલ અટેન્ડ કરી શકે છે. અમારું પ્રાથમિક લક્ષ્ય કુલ ૨૭૦૦ કોલની ડિટેઇલ મેળવવાનું હતું. ઊંડી તપાસ કરતા વધુ માહિતી સામે આવી શકે છે. આ ૪૩ લાખ કોલ તો ફક્ત હિમશિલાની ટોચ જેવા હોઈ શકે છે.

આ રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે અધિકારીઓને માહિતી મળી કે સરખેજ નિવાસી તબરેજ કટારિયા ગેરકાયદે ટેલીફોન એક્સચેન્જ ચલાવી રહ્યો છે. કટારિયાના એક્સચેન્જે જ્યાં ઇન્ટરનેટ ટેલિફોનીને રેગ્યુલેટ કરવામાં આવી છે તેવા દેશોમાં વીઓઆઈપી કોલને જીએસએમ કોલમાં કન્વર્ટ કર્યા હતા.

કટારિયાએ કેરળના એક વ્યક્તિની મદદથી ખાડી દેશમાં રહેલા પોતાના મુખ્ય સંચાલકને આ ગેરકાયદે સેવા આપવા માટે એક એસઆઈપી લાઈનનો ઉપયોગ કર્યો હતો. પાછળથી જાણમાં આવ્યું કે દુબઈનો રહેવાસી રફીક બાબુ પણ તેના સાથીદારો પૈકી એક હતો. જેની વધુ તપાસમાં શેરિયારના આ મોટા રેકેટની કડીઓનો પર્દાફાશ થયો હતો.

જેનું યુએઈની ટેલિકોમ કંપનીમાં જાેડાણ હોવાનું પોલીસનું કહેવું છે. તપાસકર્તાઓએ અનુમાન લગાવ્યું છે કે તેણે યુએઈ અને અન્ય ગલ્ફ દેશોમાં કામ કરતા કેટલાક મજૂરોને કોલિંગ કાર્ડ આપ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૪૩ લાખ કૉલ્સની વાત કરીએ તો તે તમામ વાતચીતની વિગતો તપાસવી માનવીય રીતે અશક્ય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, આ કોલ્સ જેને રેકોર્ડ કરી શકાતા નથી તેનો ઉપયોગ ખંડણી અથવા હવાલા રેકેટ ચલાવવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. તેમજ સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેનો દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો ઉભી કરતા ભાંગફોડના કામ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. અધિકારીએ ઉમેર્યું કે “અમને પ્રબળ આશંકા છે કે હવાલા માફિયાઓએ આ એક્સચેન્જનો ઉપયોગ કર્યો છે.

SIP આધારિત VoIP કૉલ રિરૂટિંગને સમજાવતા અધિકારીએ જણાવ્યું કે, SIP VoIP કૉલ્સ દરમિયાન એકલા કામ કરતું નથી. વૉઇસ ડેટા તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે અન્ય કેટલાક પ્રોટોકોલ તેની સાથે કામ કરે છે. આવો જ એક પ્રોટોકોલ છે સેશન ડિસ્ક્રિપ્શન પ્રોટોકોલ SIP સિગ્નલિંગ વિગતો શેર કરવા માટે IP એન્ડપોઇન્ટ્‌સ સાથે જાેડાય છે, જ્યારે SDP સેશન રિલેટેડ વિગતો મોકલે છે જેથી ભાગ લેનાર જાેઈન થવા અથવા સેશનલ ડિટેઇલ મેળવવામાં સહાય મળે. તે ત્રણ પ્રકારના ડેટા ટ્રાન્સમિટ કરે છેઃ સેશનનું ડિસ્ક્રિપ્શન, ટાઈમ ડિસ્ક્રિપ્શન અને મીડિયાનું ડિસ્ક્રિપ્શન.

SDP આ માહિતીને સ્થાનાંતરિત કરતું નથી. SIP કોમ્યુનિકેશનમાં સેશન ડિસ્ક્રિપ્શન પેલોડ તરીકે પૂરા પાડવામાં આવે છે. નેટવર્ક પર મોકલવામાં આવે તે પહેલાં, વોઇસ ડેટા કોડેક્સનો ઉપયોગ કરીને એન્કોડ કરવામાં આવે છે, જે ઑડિઓ ઇમ્પલ્સને બાઈનરી ડેટામાં રૂપાંતરિત કરે છે. આ હેતુ માટે ઘણા કોડેક્સનો ઉપયોગ કરવામાં આવે છે, તેમણે ઉમેર્યુ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.