Western Times News

Gujarati News

સાઉદીના ક્રાઉન પ્રિન્સ બિન સલમાન સામે વિદ્રોહનું જોખમ

રિયાધ, સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન વિરૂદ્ધ બગાવત થઈ શકે છે. કિંગડમના લોકોની વચ્ચે ક્રાઉન પ્રિંસને લઈને ખાસ્સી નારાજગી છે. સાઉદી અરબના ધર્મગુરુ સલમાનથી નારાજ છે. આ સિવાય, પ્રિંસ સલમાનના પરિવારમાં પણ મતભેદ ચાલી રહ્યા છે.

આ કારણ છે કે બે ક્રાઉન પ્રિંસ હજુ પણ જેલમાં છે. જાેકે ક્રાઉન પ્રિંસ સાઉદી અરબને આધુનિક બનાવવા ઈચ્છે પરંતુ તેમની ઓળખ એક તાનાશાહના રૂપમાં હોય છે, કેમ કે તે દેશના ર્નિણય સમન્વય બનાવ્યા વિના લઈ રહ્યા છે. ક્રાઉન પ્રિંસના આદેશ પર જ કિંગડમ અને શાહી પરિવારના આલોચક રહેલા પત્રકાર જમાલ ખાશોગજીની હત્યા કરવામાં આવી.

તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં સ્થિત સાઉદી દૂતાવાસમાં પત્રકારને મોતને ઘાટ ઉતારી દીધા. ખાશોગજીની હત્યા એટલા માટે કરવામાં આવી, કેમ કે તેમણે ક્રાઉન પ્રિંસ સલમાનની આંતરરાષ્ટ્રીય મંચો પર નિંદા કરી હતી. મોહમ્મદ બિન સલમાન પોતાના દેશમાં મૌલાના પોલિટિક્સને કિનારે કરવા ઈચ્છે છે પરંતુ સાથે જ તેમનો પ્રયત્ન છે તેમના એક છત્ર રાજ ચાલતુ રહે.

આને લઈને કિંગડમમાં કેટલીક રાજનૈતિક અને ધાર્મિંક પહેલ એક સાથે થઈ રહી છે. જેનાથી દેશમાં અથવા તો તેમના વિરૂદ્ધ ધરણા પ્રદર્શન થઈ શકે છે કે ૧૯૭૯ માં ઈરાન જેવા ધર્મગુરુઓના નેતૃત્વમાં ક્રાંતિ. ઈરાનમાં ૧૯૭૯ સૈયદ રૂહોલ્લાહ મુસાવી ખામનેઈના નેતૃત્વમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ હતી.

આ ક્રાંતિ બાદ ઈરાન એક ઈસ્લામિક દેશ બની ગયો અને પહલવી રાજવંશ ખતમ થઈ ગયો. સાઉદી અરબની સ્થાપના ૩૦૦ વર્ષ પહેલા હાઉસ ઓફ સૌદ રાજવંશ અને વહાબી ઈસ્લામ ફેલાવનાર ધર્મગુરુ અબ્દુલ અલ વહાબની દોસ્તીના કારણે થઈ હતી. હાઉસ ઓફ સૌદે ધાર્મિક વિચારધારાના રૂપ તરીકે અપનાવ્યુ હતુ પરંતુ તેમના આધુનિકરણના પ્રયત્નમાં ધર્મગુરુ તેમના વિરૂદ્ધ થઈ ગયા છે.

મક્કા અને મદીનામાં કોવિડના કારણે ૨ મીટરના અંતરનો નિયમ છે પરંતુ ગયા મહિને સલમાનના એક ડાંસ ફેસ્ટિવલ આયોજીત કરવામાં આવ્યુ હતુ જેમાં દેશના ૭ લાખ યુવક અને યુવતીઓનો ડાંસ ફેસ્ટિવલમાં હાજરી આપવાનુ કહેવામાં આવ્યુ હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.