Western Times News

Gujarati News

ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈપણ સાથે ગઠબંધન કરી શકે છે: ઓવૈસી

હૈદરાબાદ, અખિલેશ યાદવ સાથે ગઠબંધનને લઈને અસદુદ્દીન ઓવૈસીએ આપ્યો જવાબ, ઉત્તર પ્રદેશના રાજકીય ક્ષેત્રમાં પ્રવેશેલા એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક કાર્યક્રમ દરમિયાન યુપીમાં તેમની રાજનીતિ અને તેમના પર લાગેલા તમામ આરોપોના જવાબ આપ્યા હતા

અખિલેશ યાદવ સાથે ગઠબંધનને લઈને અસદુદ્દીન ઓવૈસીએ આપ્યો જવાબ. ઉત્તર પ્રદેશના રાજકીય ક્ષેત્રમાં પ્રવેશેલા એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક કાર્યક્રમ દરમિયાન યુપીમાં તેમની રાજનીતિ અને તેમના પર લાગેલા તમામ આરોપોના જવાબ આપ્યા હતા. જાે કે, ઓવૈસીએ કહ્યું કે તેઓ તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા નથી, કારણ કે ચૂંટણી પછી રાજકીય પક્ષો તેને ભૂલી જાય છે.

ઓવૈસીએ કહ્યું કે યુપીમાં દરેક સમાજનું રાજકીય મહત્વ છે. એ જ રીતે, અમારો પણ પ્રયાસ છે કે યુપીમાં ૧૯ ટકા મુસ્લિમો, જેમની આ બધી પાર્ટીઓએ કોઈ રાજકીય નેતૃત્વ બનવા દીધું નથી. ખાસ કરીને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી નેતૃત્વ વિકસિત ન થાય ત્યાં સુધી તે વર્ગનો વિકાસ થઈ શકે નહીં.

યુપી ચૂંટણી પહેલા ઓવૈસીએ કહ્યું હતું કે તેઓ ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈપણ સાથે ગઠબંધન કરી શકે છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું હતું કે તેઓ અખિલેશ યાદવ સાથે મળીને ચૂંટણી લડી શકે છે. પરંતુ આવું ન થયું. હવે ઓવૈસીએ કાર્યક્રમમાં કહ્યું કે, તેમનો મતલબ એવો નહોતો કે તેઓ અખિલેશ યાદવ સાથે ચૂંટણી લડશે, તેઓ ન તો મળ્યા હતા કે ન તો આ અંગે કોઈ ચર્ચા થઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.